નિરજા ગુપ્તાના ખરીદ વિવાદની હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની કમિટી તપાસ કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   3762

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નિરજા ગુપ્તા વિવાદમાં છે. તેમની સામે વિદેશમાં વ્યક્તિગત ખરીદીના આરોપો લાગેલા છે. ત્યારે આ આરોપો બાદ હવે તપાસ માટેની એક ઉચ્ચસ્તરિય કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે નાણાકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આક્ષેપો અંગે તપાસ માટે નિવૃત ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની આગેવાનીમાં હાઈલેવલ કમિટી રચવામાં આવી છે. દરમિયાન વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી ખર્ચે વ્યક્તિગત ખરીદી કરાઈ હોવાના દસ્તાવેજાે સામે આવ્યાના દાવા પણ કરવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ અમેરિકા અને દુબઈ પ્રવાસ દરમિયાન સરકારી ખર્ચમાં વ્યક્તિગત ઉપયોગની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુબઈના ડ્યુટી-ફ્રી સ્ટોરમાંથી ૩૫૧ દિરહમની બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદાઈ હોવાનો દાવો છે, જેની ભારતીય કિંમત અંદાજે ૯,૦૦૦ રુપિયા થાય છે. જ્યારે અમેરિકામાં લિપસ્ટિક, આઈલાઈનર અને બ્લશ જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપરાંત શર્ટ અને ડ્રેસની ખરીદી કરવામાં આવી હોવાના આ સમગ્ર મુદ્દે અમદાવાદમાં  કાર્યકરોએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિની ચેમ્બરમાં હોબાળો કરી લિપસ્ટિક અને બંગડીઓ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution