ઠાસરાના એમએલએ વિરુદ્ધ અપશબ્દો બોલનાર સામે ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   4653

ઠાસરાના મીઠાપુર ગામના એક શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઠાસરા-૧૧૯ વિદ્યાનસભાના ધારાસભ્ય અને તેના પરિવાર સામે અપશબ્દો બોલતા વિડિયો અપલોડ કર્યો હતો.જેમાં વિધાનસભા મત વિસ્તારમાં રસ્તા ન બનાવ્યા હોવાના આક્ષેપ સાથે અપશબ્દો બોલતા વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.આ બનાવ અંગે ધારાસભ્યના સોશિયલ મીડિયા હેન્ડલ સંભાળતા યુવકે ડાકોર પોલીસ મથકે આઇટી એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી છે. ઠાસરાના ભદ્રાસામાં રહેતા જનક ગોહેલ ઉં.૨૬ ઠાસરા-૧૧૯ વિદ્યાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ ઉર્ફે બકાભાઇ પરમારના સોશિયલ મીડિયા હેન્ડલર તરીકે કામ કરે છે.તા.૧૭ સપ્ટેમ્બર રાતે ૯:૩૦ વાગ્યાના અરસામાં યુવકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધારાસભ્યને મીઠાપુર ગામના બિન્દેશ ચાવડા તેની સોશિયલ મીડિયા આઈડી પરથી ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યોને અપશબ્દો બોલતા વિડિયો વાયરલ કર્યો હતો.આ ઉપરાંત શખ્સે અપલોડ કરેલા અન્ય વીડિયોમાં મત વિસ્તારમાં સમાવિષ્ટ થતા ગામોના રસ્તા બનાવ્યા ન હોવાના આક્ષેપો સાથે અપશબ્દો બોલતા વિડિયો વાયરલ કર્યા હતા.

આમ શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ કરીને ધારાસભ્ય અને તેના પરિવારજનોનુ અપમાન કરી તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વિડિયો જાેયા બાદ જનકે તાત્કાલિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને ફોન કરી આ બનાવની જાણ કરી હતી.ત્યારબાદ ધારાસભ્યના કાકા ભલાભાઇ પરમાર તેમના પુત્ર દેવરાજસિંહ અને અન્ય કાર્યકરોને પણ આ અંગેની માહિતી આપતા અન્ય લોકોએ પણ પોતાના મોબાઈલમાં આ વાયરલ થયેલા વિડિયો જાેઈને તેની પુષ્ટિ કરી હતી.જે બાદ તપાસ કરતા આ વિડિયો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી રાતના ૦૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું હતું.આ બનાવ અંગે જનક દોલતભાઇ ગોહેલે ડાકોર પોલીસ મથકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના આઇડી ચાવડા બિન્દેશના વપરાશકર્તા બિન્દેશ લક્ષ્મણસિંહ ચાવડા સામે આઇટી એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી છે. બોક્ષ:આઠ માસ અગાઉ ખરાબ રસ્તા મુદ્દે યુવકે સોશિયલ મિડિયામાં રજૂઆત કરતા ઘર્ષણ સર્જાયું હતુ કપડવંજમાં શહેરમાં રહેતા ૩૨ વર્ષીય યુવાને જાન્યુઆરી-૨૬માં છીપડી-તોરણાના જર્જરિત રોડમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કપડવંજ-કઠલાલ ધારાસભ્ય રાજેશ ઝાલાનું ધ્યાન દોરતો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જે બાદ શખ્સો કાર લઇ આવી સાહેબ તને બોલાવે છે કહી અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.ઘટનાના દિવસે પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા યુવકે કોર્ટમાં દાદ માંગ હતી જેના અંતે કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ નોધી હતી. આમ સમસ્યાને લઇ રજૂઆત કરવા મુદ્દે ઘર્ષણ સર્જાયું હતુ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution