ભરૂચ, તા.૫

ભરૂચ જિલ્લાની બહુમાળી બિલ્ડિંગમાં આવેલ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ભરૂચમાં એક પટાવાળા દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો કિસ્સો ખૂબ ગાજયો છે. ભરૂચ લેબર કમિશનરની કચેરીમાં આઉટસોર્સિંગ કર્મચારી પટાવાળા તરીકે કામ કરતો બીપીન વસાવાએ લેબર કચેરીમાં આવતા અરજદારો પાસેથી લાયસન્સ અપાવવાના બહાને ૪૧ જેટલા લેબર કોન્ટ્રાકટરોના રૂ. ૨૨,૧૧,૮૪૦/- ની ઉચાપત કરવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. નોંધાયેલ ફરિયાદ અનુસાર ભરૂચની લેબર કમિશનર કચેરીના કમિશનર જયેશ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જે ઓક્ટોબર ૨૦૧૫ થી સરકારના નવા નિયમ પ્રમાણે લેબર કોન્ટ્રાક્ટરે લાઇસન્સ લેવું હોય તો પ્રથમ ઓનલાઇન અરજી કરવાની રહે છે, જેના માટે કચેરીમાંથી જે કોન્ટ્રાકટરો જેટલા લેબરોનું લાઇસન્સ લેવાનું હોય તેઓએ કચેરીનો સંપર્ક કરવાનો હોય છે. સરકારના નિયમ મુજબ એક લેબર દીઠ રૂ.૪૫૦/- સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની હોય છે તેમજ લેબરોની સંખ્યા અનુસાર જે થતી રકમનું ચલણ કચેરીમાંથી લેવાનું હોય છે. તેમજ લેબર કોન્ટ્રાકટર દ્વારા બેંક ઓફ બરોડા, ભરૂચના એકાઉન્ટમાં ચલણી રકમ જમા કરાવી પહોંચની રસીદ લેબર કચેરીમાં જમા કરાવવાની હોય છે. જેના આધારે લેબર કોન્ટ્રાકટરને લેબર રજિસ્ટ્રેશન પ્રાપ્ત થતું હોય છે. તેમજ આ રકમ કોન્ટ્રાક્ટરના વર્ષ પૂર્ણ થયા બાદ નિયમોનુસાર જે તે કોન્ટ્રાક્ટરને પરત કરવાની રહે છે. દસ્તાવેજાેની ખરાઈ કર્યા બાદ ઓનલાઇન લાયસન્સ ડિજિટલ સહીથી મંજૂર કરવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટરોનું કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટ સિક્યુરિટી ડિપોઝિટ નાણા પરત મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન આપે છે જેની ખાતરી કર્યા બાદ તેઓને ડિપોઝિટ નાણાં ચેકથી પરત આપવામાં આવતા હોય છે.

જાેકે લેબર કમિશનરની કચેરીમાં જાન્યુઆરી ૨૦૧૭થી આઉટસોર્સિંગ પટાવાળા તરીકે બિપિન રમેશભાઈ વસાવા ફરજ બજાવે છે તેઓ ઓમ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને બે કોન્ટ્રાક્ટરોની રિફંડની અરજી આવી હતી જેમાં એક પણ ઉપર બેંકનું ક્લિયરિંગ તથા બીજા ચલણ પર બેન્કનો ટ્રાન્સફરનો સિક્કો લાગેલ હતો આથી આ બે સિક્કા અલગ કેમ છે અને તેનો મતલબ શું છે તે બાબતે બેંકમાં ખાતરી કરતાં બેંક તરફથી જાણવા મળ્યુ કે ક્લિયરિંગનો સિક્કો જ્યારે બેંકમાં ચેક જમા કરાવો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે ટ્રાન્સફરનો સિક્કો જ્યારે ચેકમાં જણાવેલ રકમ જમા થાય ત્યારે લગાડી આપવામાં આવે છે, જેથી લેબર કમિશનરને શંકા થઈ હતી. આ બાબતના બેંક સ્ટેટમેન્ટ ચકાસણી કરતા કેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લાયસન્સ મેળવવા માટે બેંક તરફથી રકમ ભર્યા અંગેના સિક્કા વાળા ચલણની નકલ રજુ કરેલ હતી જે રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા ન હતા. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા ૪૧ કોન્ટ્રાકટરો દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીઓમાં બેંક ઓફ બરોડામાં રકમ જમા કરાવ્યા અંગેના બેંકના સિક્કા સ્ટેમ્પ સાથેના ચલણ હતા પણ અનામતની રકમ એકાઉન્ટમાં જમા થઇ ન હતી. જેથી સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવતા કચેરીના પટાવાળાએ કૌભાંડ આચર્યું હોવાનું ફલિત થયું હતું.

કૌભાંડમાં કચેરીના અન્ય કોઈ કર્મીની સંડોવણી છે કે કેમ તે તપાસનો વિષય

ત્યારે લોકસત્તા જનસત્તાના પ્રતિનિધિ દ્વારા સમગ્ર કૌભાંડને પ્રકાશમાં લાવ્યા બાદ આખરે કબૂતરબાજ ભ્રષ્ટ પટાવાળા પર પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જાેકે મિ.ઇન્ડિયા બની ગયેલ પટાવાળો હજુપણ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળેલ છે. ત્યારે સમગ્ર કૌભાંડમાં પટાવાળા સિવાય કચેરીના અન્ય કોઈનો હાથ છે કે નહીં જે બાબત સઘન તપાસમાં બહાર આવી શકે છે. ત્યારે મિ.ઇન્ડિયા બનેલ પટાવાળાને વહેલામાં વહેલી તકે ઝડપી ૪૧ જેટલા કોન્ટ્રાકટરોના રૂપિયા પાછા અપાવવામાં આવે તો જ ભ્રષ્ટાચારને દામવાની મથામણમાં સફળતા મળી કહેવાય તેવી લોકચર્ચાઓએ જાેર પકડ્યું છે.

તમામ લેબર કોન્ટ્રાક્ટરોને કચેરી દ્વારા નોટિસ ફટકારાઈ

મામલો બહાર આવતાં જેઓની ફી જમા ન થઇ હોય તેવા ઓનલાઈન અરજી કરનારા તમામ લેબર કોન્ટ્રાક્ટરોને કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જાેકે નોટિસ જાેઈ અચંભિત થયેલ કોન્ટ્રાકટરો ભરૂચ કચેરીએ દોડી આવી તમામ કોન્ટ્રાકટરોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રૂપિયાની ચુકવણી પણ કરી હોવાનું સામે આવ્યું હતું, જેના જાણકારી મળતાં પોતાની કચેરીમા ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણી લેબર કમિશનરના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ તપાસમાં પટાવાળો બીપીન રમેશભાઈ વસાવાને રોકડ, ચેક, ઓનલાઇન ટ્રાન્સફર તેમજ ગુગલ પેથી રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મોડે મોડે પણ લેબર કમિશનરે તમામ કોન્ટ્રાક્ટરોને નિવેદનો મેળવી કયા કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી રકમ વસુલી તેનો સર્વે કરી તમામ દસ્તાવેજી પુરાવો કબજે કરી ૪૧ લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કચેરીના આઉટસોર્સિંગના કર્મચારી પટાવાળાએ કરી હોવાનું ફલિત થતાં લેબર કમિશનર ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.