લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
1980
ગત વર્ષે નડિયાદ મનપા ની રચના કરવામાં આવ્યા બાદ પ્રથમ વિકાસલક્ષી બજેટ રૂપિયા ૬૯૮ કરોડનું મનપા કમિશ્નર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ૨૦૮ કરોડની વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ માટે ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી હતી.તે પૈકી માત્ર ૬૦ કરોડના ખર્ચે વિકાસ કામો કરી ૧૪૮ કરોડની બાકી રકમ સુરક્ષિત રાખવામાં આવી નું ધારાસભ્ય પંકજ દેસાઇએ જણાવતાં ૧૪૮ કરોડ જેવી રકમ નગરના વિવિધ વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ માટે ન ખર્ચ કરી સુરક્ષિત રાખવા પાછળ આશય શું?ના સવાલ સાથે તર્કવિતર્ક ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગતવર્ષે નડિયાદ મનપા બન્યા બાદ મનપા કમિશ્નર દ્વારા મનપા વિસ્તારના વિકાસ અને સુવિધાઓ ઉપલબ્ધ માટે પ્રથમ વિકાસલક્ષી રૂપિયા ૬૦૮ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૮ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી.જે પૈકી મનપા દ્વારા માત્ર ૬૦ કરોડ રકમના જ સુવિધાઓ ઉપલબ્ધ પાછળ ખર્ચ કરી બાકીના ૧૪૮ કરોડ સુરક્ષિત રાખવામાં આવ્યાનું ધારાસભ્ય પંકજ દેસાઇએ જણાવતાં ગત માર્ચમાં મનપા દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ માટે આશરે ૯૦૦ કરોડ ઉપરાંતના બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ત્યારે ગતવર્ષે ફાળવણી કરવામાં આવેલ ગ્રાન્ટ માંથી માત્ર ૬૦ કરોડ ખર્ચ અને બાકીની ૧૪૮ કરોડની ગ્રાન્ટ સુરક્ષિત રાખવા પાછળ આશય શું?ના સવાલ સાથે તર્કવિતર્ક ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
કરમસદ-આણંદ મનપામાં કરોડોના કામોમાં ભ્રષ્ટાચાર!
ગતવર્ષે ચરોતર પંથકમાં કરમસદ આણંદ અને નડિયાદ મનપા ની રાજય સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી.જેના પગલે છેલ્લા સવા વર્ષ દરમ્યાન કમિશ્નર, વહીવટદાર ના શાસન પગલે ગતવર્ષે માર્ચમાં બંને મનપા કરમસદ આણંદ મનપા દ્વારા રૂપિયા ૧૦૫૫ કરોડ તથા નડિયાદ મનપા દ્વારા ૬૮૬ કરોડના વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યા હતા.જેના આધારે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ માટે ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવતાં ગતરોજ નડિયાદ ધારાસભ્ય દ્વારા મનપાને મળેલ ગ્રાન્ટ અને તેના ઉપયોગ સાથે હિસાબ જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ કરમસદ આણંદ મનપામાં છેલ્લા બે વર્ષના હિસાબ જાહેર કરવા વિપક્ષ દ્વારા કરવામાં આવતી માંગ અને કરોડોના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાના થતાં આક્ષેપ છતાં આણંદ ધારાસભ્ય દ્વારા કરમસદ આણંદ મનપા ના સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટ અને તેના ઉપયોગ ના હિસાબ જાહેર કરવામાં છોછ કેમ?ના યક્ષ પ્રશ્ન ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ ગતવર્ષે કરમસદ આણંદ મનપા બન્યા બાદ કમિશ્નર ને વહીવટદાર ના શાસન પગલે ગતવર્ષે માર્ચમાં મનપાનું પ્રથમ રૂપિયા ૧૦૫૫ કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જે બાદ રાજ્ય સરકાર દ્વારા મળેલ ગ્રાન્ટ ઉપરાંત અન્ય આવક ના પગલે વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ માટે ધારાસભ્ય તથા સાંસદની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠકમાં આયોજન કરવામાં આવતાં હતાં.