કોરોના પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે વધુ એક તક અપાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2021  |   1089

ગાંધીનગર

ગુજરાત રાજ્ય હાલના સંજાેગોમાં આંશિક લોકડાઉન તરફ વળી ગયું છે, તેમજ ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પછી રાજ્યમાં ઝડપથી કરફ્યૂ કે ત્રણ-ચાર દિવસનું લોકડાઉન આવે તેવી શક્યતા વધી ગઈ છે.

લોકડાઉન કે કરફયૂની સંભાવનાઓ વચ્ચે વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ ઉપર મોટી અસર પડી શકે છે. જેના કારણે રાજ્યમાં વિવિધ બોર્ડની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપર તેની મોટી અસર પડશે તેવી શક્યતાઓ છે. ત્યારે આ સંજાેગોમાં પોલીસ ઈન્સ્પેકટરની ફિઝિકલ ટેસ્ટને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણય અનુસાર પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષાના કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે તક આપવામાં આવશે.કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં આગામી તા. ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા માટેના ફિઝિકલ ટેસ્ટમાં ઉપસ્થિત ન રહી શકનાર ઉમેદવારને બીજી તક આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા અગાઉ કોવિડ પોઝિટિવ થયેલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીના વધતા સંક્રમણને પગલે કોરોના પોઝિટિવ ઉમેદવારો તેમની કારકિર્દી માટેની મહત્વની આ તક ચૂકી ન જાય તે માટે જીપીએસસી દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના કારણે જે કોરોના પોઝિટિવ આવેલા ઉમેદવાર હવે પાછળથી પણ પોતાની પરીક્ષા આપી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવનાર છે. જીપીએસસી દ્વારા આ પરીક્ષા યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત મુજબ આગામી તા. ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન એકેડેમીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. ત્યાર બાદ આગામી તા. ૧૯ થી ૨૦ જૂન દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર માટેની મુખ્ય પરીક્ષાઓ યોજાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution