રાજ્યમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ: 9 મોત, કુલ કેસ 1,62,985
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2020  |   2277

ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 1,62,985 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1180 દર્દીને રજા આપવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 169, અમદાવાદ કોર્પોરેશન-165, રાજકોટ કોર્પોરેશન-69, સુરત-70, વડોદરા કોર્પોરેશન-77, જામનગર કોર્પોરેશન-40, મહેસાણા-48, વડોદરા-41, રાજકોટ-35, ગાંધીનગર કોર્પોરેશન-29, કચ્છ-26, પાટણ-26, જામનગર-25, ભરૂચ-23, દાહોદ-23, પંચમહાલ-22, સાબરકાંઠા-22, જૂનાગઢ-15, આણંદ-13, અમદાવાદ-12, ખેડા-12, ગીર સોમનાથ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, ભાવનગર કોર્પોરેશન-9, મોરબી-9, અરવલ્લી-7, મહિસાગર-7, છોટાઉદેપુર-5, દેવભૂમિ દ્વારકા-5, અરવલ્લી-4, પોરબંદર-4, તાપી-4, ભાવનગર-3, બોટાદ-3, ડાંગ-1 અને વલસાડમાં-1 કેસ સામે આવ્યો છે. જ્યારે 75 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના કારણે 3663 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 40743 કેસ થયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution