લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, નવેમ્બર 2026 |
4455
વિશ્વ ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને ભાવુક કરી દીધા છે. પોર્ટુગલના આ મહાન ખેલાડીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ મારફતે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે જ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ સાથે જાેડાયેલી તેમની ૨૩ વર્ષ લાંબી યાદગાર સફરનો અંત આવ્યો છે. ૪૧ વર્ષીય રોનાલ્ડો હવે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા જાેવા નહીં મળે. ઓગસ્ટ ૨૦૦૩માં કારકિર્દીની શરૂઆત કરનાર રોનાલ્ડોએ દેશ માટે કુલ ૨૩૪ મેચ રમીને ૧૪૬ ગોલ ફટકાર્યા છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવાનો અને સૌથી વધુ ગોલ કરવાનો વિશ્વવિક્રમ તેમના નામે છે. નિવૃત્તિની જાહેરાત કરતાં રોનાલ્ડોએ ભાવુક સંદેશમાં જણાવ્યું હતું કે હવે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમની નંબર-૭ જર્સી પરત કરવાનો સમય આવી ગયો છે.