ધ્રાંગધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા નુકસાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2022  |   2871

ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા પંથકના ખેડુતો નમઁદા કેનાલમાથી સિંચાઇનું પાણી મળી રહે તે માટે આશરે છેલ્લા દોઢેક મહિનાથી સરકાર સામે લડત કરી રહ્યા છે અને અંતે બે દિવસથી નમઁદા કેનાલમાં પાણી છોડવામાં આવતા વળી સોમવારે સવારે ધ્રાંગધ્રાની મોરબી બ્રાન્ચ કેનાલમા ગાબડુ પણ પડ્યુ હતુ. જે ખેડુતો દોઢ મહિના સુધી પાણી માટે લડત ચલાવી અને નમઁદા કેનાલનું પાણી છોડતા સિંચાઇનું પાણી લેવાની તૈયારી કરતા હતા તે તમામ ખેડુતોને નમઁદા કેનાલના ગાબડુ પડવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ધ્રાંગધ્રા પંથકની મોરબી શાખા ડી-૧૩ કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ તરફ કેનાલનું પાણી જીવા, કોંઢ સહિતના ગામોના ખેતરમાં પાણી ઘુસી જતા ખેડુતો દ્વારા કરેલા વાવેતર લગભગ નિષ્ફળ થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ જ્યારે નમઁદા કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના લીધે જ વારંવાર ગાબડા પડવાથી ખેડુતોના પાકને નુકશાન થવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution