લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026 |
3366
નેપાળના પહાડી વિસ્તારમાં બુધવારે અચાનક આવેલા પૂરને કારણે ભારે તબાહી જાેવા મળી છે. આ પૂરને ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું જેનાથી આસપાસમાં આવેલા વિસ્તારો, રસ્તા, પુલ, મકાન અને પાવરપ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. ૧૪૨ જેટલા ભારતીયો પણ પૂરને કારણે લાપતા થયા છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારની સંખ્યા વધી ગઈ છે. અત્યાર સુધી ૫૫ મૃતદેહો મળી આવ્યા છે. તો પૂરને કારણે લાપતા લોકોની સંખ્યા ૪૬૩ થઈ ગઈ છે, જેમાં ૧૪૨ ભારતીય નાગરિક સામેલ છે. આ સિવાય ૫૨ વિદેશી અને ૧૩ નેપાળી નાગરિકો લાપતા હોવાની જાણકારી સામે આવી છે. અચાનક આવેલા ભીષણ પૂરને કારણે ૧૩ જળવિદ્યુત પ્રોજેક્ટને અસર થઈ છે.
ઘણી પરિયોજનામાં ડેમ, પાવર પ્રોજેક્ટ્સ તથા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે. બજાર અને સરહદી ક્ષેત્રોમાં ઉભેલા વાહનો પાણીમાં ભતાયા હતા. પૂરના ખતરાને જાેતા કાઠમાંડૂ ટ્રાફિક પોલીસે રસુવા, નુવાકોટ, ચિતવન તથા ધાદિંગ જનાર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. નદીના નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.