મુંબઇ

પ્રખ્યાત અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનુષ્કા સેન કોરોના પોઝિટિવ બની છે. તે તાજેતરમાં 'ખતરો કે ખિલાડી 11' ના શૂટિંગ માટે કેપટાઉન ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે અનુષ્કાની કોરોના ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો હતો, જેના પછી તેને કવોરંટીન પર મોકલી દેવામાં આવી હતી. અનુષ્કા કવોરંટીનમાં ગયા પછી બાકીની ટીમ અને ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના સ્પર્ધકો અને ક્રૂ મેમ્બરોએ પણ સાવચેતી રૂપે પરીક્ષણ કરાવ્યું છે, પરંતુ બીજા બધા નેગેટિવ આવ્યા છે. 

આ શોનું શૂટિંગ બાયો બબલમાં કેપટાઉનમાં થઈ રહ્યું છે. શોમાં શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, વિશાલ આદિત્ય સિંઘ, આસ્થા ગિલ, સૌરભ રાજ જૈન અને અન્ય ઘણા ટીવી સ્ટાર્સ સ્પર્ધક તરીકે સામેલ છે. આ શો જુલાઈ મહિનામાં પ્રસારિત થઈ શકે છે. પ્રેક્ષકો ઘણા સમયથી આ શોની રાહ જોઇ રહ્યા છે. અનુષ્કાના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર બહાર આવ્યા હોવાથી તેના ચાહકો તેની તબિયતને લઇને ખૂબ જ ચિંતિત છે. અનુષ્કાના ચાહકો જલ્દીથી તેના સ્વસ્થ થવાની આશા છે.