લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026 |
1485
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અલનીનોની પ્રતિકૂળ અસરોને કારણે કુદરત રૂઠી હોય તેમ વરસાદ ખેંચાયો છે. પરિણામે, સમગ્ર જિલ્લામાં જળસંકટ અત્યંત ઘેરું બન્યું છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની નવી આવક નહિવત થતાં ડેમનું જળસ્તર તળિયે પહોંચી ગયું છે. ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ જતાં તેના પર ર્નિભર તમામ કેનાલો આજે સંપૂર્ણપણે સૂકીભઠ અને કોરી ધાકોર જાેવા મળી રહી છે. વિશેષ કરીને ગઢ અને સલ્લા સહિતના આજુબાજુના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી ન મળવાને કારણે ખેડૂતોના તૈયાર પાક સુકાઈ રહ્યા છે. પાણી વગર ખેતી કઈ રીતે કરવી તે પ્રશ્ન આજે આ વિસ્તારના દરેક ખેડૂતને સતાવી રહ્યો છે. હાલમાં ખેડૂતો પર બેવડી આફત આવી પડી છે.
એક તરફ સિંચાઈના પાણીની ભારે અછત છે, તો બીજી તરફ અપૂરતા અને અનિયમિત વીજ પુરવઠાને કારણે ખેડૂતો બોરવેલથી પણ પાણી ખેંચવામાં અસમર્થ બની રહ્યા છે. વીજ કાપ અને જળ અછતના કારણે ખેડૂતોની સ્થિતિ “સૂડી વચ્ચે સોપારી” જેવી અત્યંત કફોડી બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે કે નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે દાંતીવાડા ડેમમાં પહોંચાડવામાં આવે અને કેનાલો મારફતે સિંચાઈ માટે છોડવામાં આવે. જાે સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે, તો આ વિસ્તારના ખેડૂતોને ભારે આર્થિક પાયમાલી અને જીવન મરણનો સંગ્રામ ખેલો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે સૌની નજર સરકાર પર મંડાયેલી છે કે તે ખેડૂતોની આ આજીજી ક્યારે સાંભળે છે.