અમને પૂછ્યા વગર ર્નિણયો લેવાયા: ECના બે કમિશનરોના નામે દાવાથી ખળભળાટ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2026  |   2277

મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ((SIR) ) અંગે ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં)માં આંતરિક મતભેદો હોવાનો કથિત મામલો સામે આવ્યો છે. બુધવાર, ૨૩ સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત દેશના અંગ્રેજી દૈનિકના એક વિશિષ્ટ અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનરો સુખબીર સિહ સંધુ અને વિવેક જાેશીએ છેલ્લા ૧૦ મહિનામાં કમિશનના ર્નિણયો અને પ્રક્રિયાઓ સામે ઓછામાં ઓછા ૧૪ લેખિત વાંધા નોંધાવ્યા છે, જેમાંથી ચાર વાંધા એક જ દિવસમાં દાખલ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે, હવે કમિશનની આંતરિક પ્રક્રિયાઓ અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જાેશીએ છેલ્લા ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત રેકોર્ડ પરના કેટલાક ર્નિણયો અને આદેશો સામે વાંધો ઉઠાવ્યો છે. જાેકે,  ECI સૂત્રોએ જણાવ્યું છે કે કમિશન દ્વારા લેવામાં આવતા તમામ ર્નિણયો મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોની મંજૂરીથી સર્વાનુમતે લેવામાં આવે છે. અહેવાલોમાં કરાયેલા દાવા મુજબ, બંને ચૂંટણી કમિશનરો તરફથી વાંધા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવ્યા હતા. આ વાંધા નવા મતદારોની નોંધણી, ઉમેરાઓ અને કાઢી નાખવા, પ.બંગાળમાં એસઆઇઆર સંબંધિત અપીલો, મતદાર ડેટા સુધી અધિકારીઓની પહોંચ અને ચૂંટણી સોફટવેરના સંચાલન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે સંબંધિત છે.

અહેવાલ મુજબ, એસઆઇઆર જૂન ૨૦૨૫માં બિહારમાં શરૂ થયું હતું અને બાદમાં તેને ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તૃત કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાએ ડ્રાફટ મતદાર યાદીઓમાંથી ૧૩૦ મિલિયનથી વધુ નામો દૂર કર્યા, જેનાથી મતદાર યાદીઓની ચોકસાઈ અને પાત્ર મતદારોના અધિકારો અંગે રાષ્ટ્રવ્યાપી ચર્ચા શરૂ થઈ હતી. બંને ચૂંટણી કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા સૌથી મહત્વપૂર્ણ વાંધાઓમાંનો એક નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-૬માં ફેરફાર અંગે હતો. અહેવાલ મુજબ, જુલાઈ ૨૦૨૬ માં ફોર્મ-૬માં એક નવો પ્રશ્ન ઉમેરવામાં આવ્યો હતો. આ પ્રશ્નમાં નવા મતદારને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ, તેમના માતાપિતા કે દાદા-દાદી, અગાઉના એસઆઇઆરમાં મતદાર યાદીમાં હતા. આ પ્રશ્નનો જવાબ આપ્યા વિના, અરજી પર પ્રક્રિયા કરી શકાતી નથી. કથિત અહેવાલો મુજબ, વિવેક જાેશીએ મે મહિનામાં ફાઇલમાં લખ્યું હતું, વાંધો ઉઠાવ્યો હતો કે સરકાર નિયમોમાં સુધારો કર્યા વિના ફોર્મ-૬માં આવો ફેરફાર કરી શકાતો નથી. સુખબીર સિંહ સંધુ પણ આ અભિપ્રાય સાથે સંમત થયા હતા. આમ છતાં, આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો. બાદમાં, ૧૩ ઓગસ્ટના રોજ, સંધુએ તેને અનધિકૃત અને ગેરકાયદેસર ગણાવ્યું અને તેને તાત્કાલિક દૂર કરવાની માગ કરી. અહેવાલ મુજબ, આ પ્રશ્ન ૨૧ સપ્ટેમ્બરની સવાર સુધી ફોર્મ-૬માં રહ્યો. આ તે સમય હતો જ્યારે અગ્રણી દૈનિક આ અહેવાલ તૈયાર કરી રહ્યું હતું. અન્ય એક મોટો વિવાદ મતદાર યાદીના ડિજિટલ ડેટાબેઝમાં અધિકારીઓની ઍક્સેસને લગતો છે. ચૂંટણી પંચ લાંબા સમયથી એવું કહેતું આવ્યું છે કે મતદાર યાદીઓ તૈયાર કરવાની પ્રક્રિયા વિકેન્દ્રિત છે. દરેક મતવિસ્તાર માટે મતદાર યાદીની જવાબદારી સંબંધિત ચૂંટણી નોંધણી અધિકારીની છે. આ અધિકારી સામાન્ય રીતે વિસ્તારના SDM  હોય છે. મતદાર યાદીનું સંચાલન કરવા માટે  ERONA અને પછી  ECINA  જેવી ડિજિટલ સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution