બ્લોકમાં જાેડાવા ૨૦૨૩ માં અરજી કરી હોવા છતા પણ પાકિસ્તાન બહારનું બહાર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   3663


પાકિસ્તાન એવા ૨૯ દેશોમાંથી એક છે જેમણે બ્રિક્સ ની સદસ્યતા માટે અરજી કરી છે. બ્રિક્સએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું બનેલું ઉભરતી અર્થવ્યવસ્થાઓનું ગઠબંધન છે. પાકિસ્તાને આ બ્લોકમાં જાેડાવા માટે ૨૦૨૩ માં અરજી કરી હતી, અને તેનો આ પ્રયાસ મુખ્યત્વે તેના ગંભીર આર્થિક પડકારોથી પ્રેરાયેલો છે. પાકિસ્તાન આર્થિક સર્વે મુજબ દેશનો જીડીપી વૃદ્ધિ દર ૩.૭૦ ટકા રહ્યો હતો.

વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પરની ર્નિભરતા ઘટાડવા માટે પાકિસ્તાને બ્રિક્સ સમર્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં મિલિયનનું હિસ્સાકીય રોકાણ કર્યું છે. ગત વર્ષે બ્રિક્સમાં ચાર નવા સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન અને યુએઈ જાેડાયા હોવા છતાં, ભારતની વીટો પાવર અને બ્લોકના સર્વસંમતિ આધારિત નિયમોને કારણે પાકિસ્તાનની એન્ટ્રી હજુ અટકેલી છે.

વિસ્તૃત થયેલું આ બ્રિક્સ જૂથ વૈશ્વિક વસ્તીના આશરે ૪૯ ટકા અને વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે જ ભારતની બ્રિક્સ દેશો સાથેની નિકાસમાં ૪૮.૮ ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે, 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution