લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026 |
2376
સુરતમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે નુકસાન વેઠનારા વાહન તથા મિલકત વીમાધારકોને મોટી રાહતરૂપ બની રહે તેવા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય સંદિપ દેસાઇનાં હસ્તે વીમા ક્લેઈમ સેટલમેન્ટનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર બાદ અત્યંત ટૂંકાગાળામાં અસરગ્રસ્ત વીમાધારકોને કુલ રૂ. ૨૯ કરોડનાં વીમા ક્લેઈમની ચૂકવણી કરવામાં આવી હતી.