લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026 |
2772
ચોમાસા કે વરસાદના ઝાપટા દરમિયાન બોપલના સ્ટર્લિંગ સીટી સેક્ટર છ અને મ્ માં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે. અહીં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લેવલ પણ ઊંચા નીચા છે. બીજી તરફ આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી ન મેળવી શકનાર તંત્ર વરસાદ બંધ થાય એટલે ગટરનું પાણી એક તરફથી બીજી બાજુ ટ્રાન્સફર કરીને સંતોષ માની લે છે ..છેલ્લા ત્રણ દિવસથી સ્ટર્લિંગ સિટીના સેક્ટર છ માં આવેલ શુભ બંગલો પાસેના રોડ ની ગટરમાં પાઇપ જાેડીને મુખ્ય રોડ પરની ગટરમાંથી ગટર નું પાણી વરસાદી ગટરમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે .તે જ દિવસથી શુભ બંગલો ના રોડ પર ગંદી માટી અને દુર્ગંધવાળું ગટરનું પાણી ફેલાયેલું છે જેમાંથી દુર્ગંધ આવે છેઅને કીચડ થયો છે.વાહનો મૂકવાથી માંડીને ઘરમાંથી અવરજવરમાં તકલીફ પડી રહી છે.
પાણીજન્ય મચ્છરો અને રોગજન્ય વાતાવરણ ઊભું થયું છે .દરરોજ અને વારંવાર આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોનો માણસોને આ વાત જણાવ્યા છતાંય છતાં કોઈપણ ઉકેલ આવતો નથી .આ પાઇપોમાં અનેક જગ્યાએ કાણા અને લીકેજ અને કપાયેલી પાઇપ હોવાથી આ પાણી રસ્તા પર પણ ફેલાઈ રહ્યું છે ,તેના પર માટી ભરેલી થેલી મૂકી ને તેઓ લીકેજ દબાવવાની કોશિશ કરે છે.
પરંતુ ગટરનું પાણી રોડ પર ફેલાય છે,રહીશો રોગમાં સપડાય અને ખરાબ પરિણામ આવે તેની જ કદાચ રાહ જાેવાઈ રહી છે?? કોન્ટ્રાક્ટર ના માણસો રોજેરોજ બદલાતા હોય છે દરેકને નવેસરથી આ વસ્તુ કહેવી પડે છે. પરંતુ તેઓ કહીએ ત્યારે થોડી વખત માટે પાણી બંધ કે ધીમું કરીને ફરીથી પાછું ચાલુ કરે,, એ રીતે કરી રહ્યા છે સેકટર છ બોડકદેવ માં આવે છે સ્ટર્લિંગ સિટીનું સેકટર મ્ થલતેજમાં આવે છે અને વચ્ચે ઔડાનો રોડ છે.છ સેકટર પૂરું થાય એટલે બોપલ ઘુમા મુખ્ય રોડ આવે છે.એવું છે કે અહીંના વિકાસ માટે હદની લડાઈ જેવું ચાલી રહ્યું છે ..છ સેક્ટરમાં વરસાદી પાણી ની ગટર સિવાય તંત્ર દ્વારા કોઈપણ કામ જ કરવામાં આવ્યું નથી એમ કહી શકાય.
બીજી તરફ અન્ય સેક્ટરમાં અલગ અલગ જગ્યાએ ગલીઓમાં નવા રોડ બનાવી રહ્યા છે ,અમુક વિકાસ કામો પણ ચાલી રહ્યા છે પરંતુ છ સેક્ટર જ્યાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દરરોજ પસાર થાય છે ,પરંતુ તેના પ્રત્યે દુર્લભ કહેવામાં આવે છે .આ ગટરના પાણી રોડ પર ના ફેલાય અને ફેલાયેલું પાણી સાફ કરીને રોગચાળો ન ફેલાય એવા પગલાં લેવા માટે સૌ કોઈ અપેક્ષા રાખી રહ્યા છે.