/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નિઃસહાય દર્દીઓ પ્રત્યે તિરસ્કારભર્યું અને અમાનવીય વર્તન કરતા તબીબો

ગોપાલ પંચાલ : વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલના વિભાગીય તબીબ વડાઓ અને વહીવટી તબીબી અધિકારીઓ વાતાનુકૂલિત ચેમ્બરર્સમાં બેસીને પારદર્શક વહીવટ ચાલી રહ્યો હોવાનો સંતોષ માની રહ્યા છે. પરંતુ હોસ્પિટલના વહીવટની વાસ્વિતકતા કંઈક અલગ જ છે. ગરીબ અને મધયમ વર્ગના દર્દીઓ તેમજ બિનવારસી, નિઃસહાય દર્દીઓ પ્રત્યે તિરસ્કાર ભાવના અને માનવતાહીન વર્તન કરાતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક નિઃસહાય તેમજ ચાલવામાં અસમર્થ વૃદ્ધ ગરીબ દર્દીને સામાજિક સેવાકીય સંસ્થા ટીમ રિવોલ્યુશનના કાર્યકરે સારવાર માટે સવારમાં દાખલ કરાવ્યા બાદ આ જ વૃદ્ધ દર્દી વોર્ડની બહાર બિનવારસી હાલતમાં હોસ્પિટલના રસોડા અને મેડિકલ સ્ટોરની સામે તરછોડી દેવામાં આવ્યા હતા. ચાલવામાં અસમર્થ વૃદ્ધ દર્દી અહીંયાં કેવી રીતે આવ્યા એ ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવની તબીબી અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરશે કે કેમ? એ મોટો સવાલ છે. અલબત્ત, બિનવારસી હાલતમાં નિઃસહાય પડેલા વૃદ્ધ દર્દી ઉપર માખીઓ અને જીવડાં તેમજ કૂતરાઓ ફરી રહ્યા હતા. સદ્‌નસીબે કૂતરાઓ આ દર્દીને ફાડી ખાધો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલના વહીવટી તબીબી અધિકારીઓની ઢીલી નીતિના પાપે હોસ્પિટલનો સૌથી મહત્ત્વનો ગણાતો તાત્કાલિક સારવાર વિભાગ વિભાગીય વડાઓના છૂપા આશીર્વાદથી રામભરોસે ચાલી રહ્યો છે. એનસીઓટી વિભાગ મેડિકલ કોલેજના રેસિડેન્ટ આર વન તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ ચલાવવામાં ાઅવી રહ્યો છે. જેના પરિણામ રૂપે ગંભીર હાલતમાં આવતા નામી-અનામી અને બિનવારસી તેમજ નિઃસહાય દર્દીઓ સારવારની લાપરવાહી તેમજ નિષ્કાળજી, બેદરકારીના અવારનવાર ઘર્ષણ અને ચકમકના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. એટલું જ નહિ, દર્દીઓ પ્રત્યે તિરસ્કાર અને માનવતા મરી પરવારી હોય તેવા દૃશ્યો પણ જાેવા મળી રહ્યા છે. એનું મુખ્ય કારણ રેસિડેન્ટ તબીબોના વિભાગીય વડાઓ અને સિનિયર તબીબોના છૂપા આશીર્વાદ વર્તાતા રહે છે જેથી તેઓ બેફામ બનીને ગરીબ, મધ્યમ વર્ગ તેમજ નિઃસહાય અને બિનવારસી દર્દીઓ સાથે વર્તી રહ્યા છે. જેનો સત્યાર્થ કરતો કિસ્સો આજે હોસ્પિટલના મુખ્ય મેડિકલ સ્ટોર અને રસોડા સામે જાેવા મળ્યો હતો.

થોડા સમય અગાઉ પણ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ અને હોસ્પિટલના અધિક્ષકની ઓફિસ પાસે એક અશક્ત વૃદ્ધ મહિલા દર્દી રોડ પર ઢસડાતી ફરી રહી હતી જેને સામાજિક સંસ્થાના કાર્યકર નરીવ ઠક્કરે મહિલા દર્દીને સુરત વૃદ્ધાશ્રમમાં આશ્રયની વ્યવસ્થા કરી આપી હતી. બહારની સામાજિક સંસ્થાઓ

દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે, જ્યારે હોસ્પિટલના વહીવટીતંત્રના તબીબી અધિકારીઓ પારદર્શક વહીવટના બણગાં ફૂંકી રહ્યા હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution