રાજપીપળા

 દેશની ૨૦ વિધાનસભાઓના અધ્યક્ષોની ઉપસ્થિતમાં સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપ્યું હતું.દરમીયાન મીડિયા સાથેની વાતચિતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) સી.પી.જોશીએ જણાવતું હતું કે દેશના નિર્માણમાં વડાપ્રધાન મોદીની પણ અહમ ભૂમિકા રહી છે.

રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશીએ જણાવ્યું હતું કે ભારત દેશના નિર્માણમાં ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકા રહી છે.એમણે એનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી, દેશના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, માલવનકર, સાયન્સ ટેક્નોલીજીમાં વિક્રમ સારાભાઈનું પરિવાર, ઈન્ડસ્ટ્રીઝમાં રતન તાતા, અંબાણી પરિવાર અને હાલમાં દેશ નિર્માણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ અહમ ભૂમિકા રહેલી છે.આમ દેશના નિર્માણ માટે ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકા રહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું.એક તરફ રાહુલ ગાંધી ઁસ્ મોદીની સરકારના વહીવટ મુદ્દે પોતાના પ્રવચનોમાં ટીકા કરી રહ્યા છે, મોદી સરકારની વિવિધ યોજનાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા સી.પી.જોશી વડાપ્રધાનની પ્રશંસા કરી રહ્યા હતા.