ગાંધીનગરમાં રેન્ડમ ચેકિંગ દરમિયાન પીઆઈની કારમાં કાળારંગની પટ્ટી દેખાતાં ખળભળાટ મચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   2673

રાજ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સતત ડ્રાઇવ અને કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હવે પોલીસ વિભાગના જ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તે અંગે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. ડીજીપી લો એન્ડ ઓર્ડરની ગાંધીનગરમાં થયેલી આકસ્મિક અને રેન્ડમ ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમોના પાલનમાં બેદરકારી સામે આવી હોવાનું નોંધાયું છે.આકસ્મિક તપાસ દરમિયાન એક પીઆઈની કારમાં કાળા રંગની પટ્ટી લગાવવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના વાહનોની ચકાસણી દરમિયાન આ પ્રકારની બાબતો સામે આવતાં પોલીસ વિભાગમાં જ ટ્રાફિક નિયમોના પાલનને લઈને પ્રશ્નો ઊભા થયા છે.સામાન્ય નાગરિકોને નિયમો સમજાવતી પોલીસ હવે પોતાના કર્મચારીઓને પણ નિયમ પાળાવશેટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. નિયમભંગ કરનારા સામાન્ય વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આવા સંજાેગોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા કરવામાં આવેલી રેન્ડમ ચેકિંગમાં પોલીસના વાહનો તથા કર્મચારીઓની ટ્રાફિક શિસ્તની પણ તપાસ કરવામાં આવી હતી.ગાંધીનગરમાં થયેલી આ તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાની બાબત ધ્યાન પર આવી હોવાનું જણાવાયું છે. ખાસ કરીને પીઆઈની કારમાં કાળા રંગની પટ્ટી હોવાનો કિસ્સો ચેકિંગ દરમિયાન નોંધાયો હતો. પોલીસ વિભાગ દ્વારા આ અંગે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વાહનોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને નિયમવિરુદ્ધની બાબતો દૂર કરવી તે અંગે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ડીજીપી લો એન્ડ ઓર્ડરની આકસ્મિક તપાસ દરમિયાન ફરીથી બેદરકારી સામે આવી હતી.આથી હવે માત્ર સૂચના આપવાથી નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના વાહનોનું પણ રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર મામલે ડીજીપી કચેરી દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિક્ષકો (એસપી) અને પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution