ઉત્તરાખંડના પૂર્વ સીએમના પીએના ઘરે ઈડીના દરોડા : સોનું, કેશ, ઘડિયાળો જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026  |   2871


ઉત્તરાખંડ સેવા પસંદગી પંચની ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રોકડ, સોનું અને કરોડો રૂપિયાની કિંમતી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે.ઉત્તરાખંડ રાજ્યના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા-૨૦૧૬માં થયેલા કથિત મોટા કૌભાંડ અંગે  મોટી કાર્યવાહી કરી છે. દહેરાદૂન સબ-ઝોનલ ઓફિસે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દહેરાદૂનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. 

આ મામલો ૨૦૧૬ની  પરીક્ષામાં શીટ સાથે કથિત છેડછાડ કરવા અને ઉમેદવારો પાસેથી પૈસા લઈને પરીક્ષાનું પરિણામ પ્રભાવિત કરવા સાથે જાેડાયેલો છે.એજન્સીએ ચંદનસિંહ જીનાના ઘરની પણ તલાશી લીધી હતી. જીના હાલમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ સિંહ રાવતના અંગત સહાયક તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ ૨૦૦૯થી ૨૦૧૭ દરમિયાન રાવત મુખ્યમંત્રી હતા ત્યારે તેમના  રહી ચૂક્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution