વડોદરા-

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આવતીકાલે રવિવારે યોજાશે. ત્યારે 19 વૉર્ડની 76 બેઠકો પર 280 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં વિવિધ પર્સનલ કુલ 16 જેટલા મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં છે. ત્યારે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા. મોડી સાંજે ઉમેદવારોના હોર્ડિંગ્સ ઓપન ઉતારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી ઉમેદવારો ગ્રુપ મીટીંગ મતદાન આપી પોતાના મતવિસ્તારમાં આકર્ષવા ખાટલા બેઠક યોજશે.

21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં કુલ 404 બિલ્ડિંગમાં 1,295 મતદાન મથકો પર મતદાન થશે. જે પૈકી 26 બિલ્ડિંગના 110 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 108 બિલ્ડિંગના 404 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાયના 270 બિલ્ડિંગના 781 મતદાન મથકો સામાન્ય જાહેર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 6,500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં શાળા-કોલેજ બેંક , LIC અને S.T. વિભાગ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં 2,13,395 નવા મતદારો નોંધાયા છે. વડોદરા શહેરમાં 19 ઓવરમાં 76 બેઠકો પર ચૂંટણી યોજનાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. વડોદરા શહેર ખાતે બંદોબસ્ત મા 2,165 પોલીસ કર્મચારીઓ તથા 160 પોલીસ અધિકારીશ્રીઓ ,જેમાં ડીસીપી એસીપી પોલીસ ઈન્સ્પેકટર અને પીએસઆઈનીનો સમાવેશ 325 પોલીસ તાલીમાર્થીઓ, 1,728 હોમગાર્ડ જવાનો, 33 સેકટર મોબાઈલ, 31 QRT મોબાઇલ, એસઆરપીની 4 કંપનીની, અને એક પ્લાટુન,ડોગ સ્કોડ તથા ઘોડેસવાર મોબાઈલ 42, 50થી વધુ વીડિયોગ્રાફર સહિતનો ફોર્સ ફાળવવામાં આવી છે.

વડોદરા શહેરમાં 19 વોર્ડમાં 76 બેઠકો પર ચૂંટણી યોજનાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે વડોદરા શહેર ખાતે બંદોબસ્ત મા 2,165 પોલીસ કર્મચારીઓ તથા 160 પોલીસ અધિકારીશ્રીઓ ,જેમાં DCP, ACP, PI અને PSIનો સમાવેશ. 325 પોલીસ તાલીમાર્થીઓ, 1,728 હોમગાર્ડ જવાનો, 33 સેકટર મોબાઈલ, 31 QRT મોબાઇલ, SRPની 4 કંપની, 1 પ્લાટુન, ડોગ સ્કોડ તથા ઘોડેસવાર, મોબાઈલ વાન 42, 50થી વધુ વીડિયોગ્રાફર સહિતનો ફોર્સ ફાળવવામાં આવી છે.