ELECTION 2021: 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
27, ફેબ્રુઆરી 2021 495   |  

ગાંધીનગર-

28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution