લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026 |
2178
શહેરનાં અમરોલી વિસ્તારમાં રહેતાં વિપ્ર પરિવારની રિંગરોડ ઉપર આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી સગીર દીકરીનું ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા અપહરણ કરાયું હતું. કોલેજનાં ગેટ પાસેથી પાલનપુર કેનાલ રોડ લઇ ગયા બાદ ત્યાં ધાક ધમકી આપી તેણી પર બળાત્કાર ગુજારાયો હતો. ઉમરા પોલીસ પાસે મળથી માહિતી અનુસાર અમરોલીમાં જીવનજ્યોત હોસ્પિટલ વિસ્તારમાં વિપ્ર પરિવાર રહે છે. આ પરિવારની ૧૭ વર્ષીય દીકરી મનિષા (ઓળખ બદલી છે) રિંગ રોડ ઉપર આવેલી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરે છે. મનીષાને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર મીત પરમાર નામના યુવક સાથે મિત્રતાં થઇ હતી. ઓનલાઇન મેસેજ અને પછી ચેટિંગ કરવા માંડેલા મીત પરમારે મનીષા પાસે નંબર મેળવી લઇ વોટ્સએપ મેસેજ કરવા માંડ્યો હતો.
આ દરમિયાન મીત પરમારે તેણીને મળવા માટે મનાવી લીધી હતી. મનીષાએ તે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી હોવાનું જણાવતાં મીત તેણીને મળવા કોલેજ પહોંચી ગયો હતો. એકાદ બે વખત આ રીતે મુલાકાત બાદ ૯મી ઓક્ટોબરે મીતે ફરવાના બહાને મનિષાને સાથે લીધી હતી. ઇન્સ્ટા ફ્રેન્ડમાં ભરોસો મૂકી મનિષા કોલેજમાં ગુલ્લી મારી તેની સાથે ગઈ હતી. સવારે સાડા નવેક વાગ્યે મીત તેણીને લઇ ગયો હતો. આમ તેમ આંટા ફેરા બાદ મનિષાને પાલનપુર કેનાલ રોડ ઉપર કર્મભૂમિ સોસાયટીમાં લઇ જવાઇ હતી. અહીં એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં લઇ જવાયેલી મનિષા સાથે મીત પરમારે છેડખાની કરવા માંડી હતી. શારીરિક અડપલાં કરતા મીતને રોકાયો તો તે એગ્રેસીવ બની ગયો હતો. તેણે ધાક ધમકી આપી અને પછી બળ પૂર્વક મનિષાને તાબે કરી લીધી હતી. આ રીતે મનિષા સાથે શરીર સંબંધ બાંધી મીત પરમારે હવસ સંતોષી હતી. બાદમાં તેણીને ફરીથી કોલેજના ગેટ પર મૂકી આ મામલે કોઈને કશું કહ્યું તો સારૂ નથી થાય એવી ધમકી આપી તે જતો રહયો હતો. ઘરે પહોંચ્યા બાદ ગુમસુમ રહેવા માંડેલી મનિષાને પરિજનોએ પૂછતાં તેણીએ બે દિવસ બાદ મીત પરમારની કરતૂત જણાવી હતી. જેથી તેઓએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૬૪(૨)(એમ), ૧૩૭(૨) મુજબ તથા પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ-૨૦૧૨ ની કલમ ૪,૫(ન્),૬, ૮, ૧૨ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.