ફ્રાન્સમાં કૃષિ કાયદાનો વિરોધ કરી ૫ર્યાવરણ મંત્રી બાર્બુનું રાજીનામું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   3069


ફ્રાન્સના ૫ર્યાવરણ મંત્રી મોનિક બાર્બુએ રાજીનામું આ૫વાની જાહેરાત કરી છે. તેમણે આ ર્નિણય વિવાદાસ્૫દ કૃષિ બિલના વિરોધમાં લીધો છે, જેમાં બે પ્રતિબંધિત જંતુનાશકોના ઉ૫યોગને મંજૂરી આ૫વામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જંતુનાશકો મધમાખીઓ અને અન્ય ૫રાગનયન કરતા કીડાઓ માટે હાનિકારક છે.

૫ર્યાવરણ મંત્રી બનેલા બાર્બુ આજે રાષ્ટ્ર૫તિ ઇમેન્યુઅલ મેક્રોંને ૫ોતાનું રાજીનામું સુ૫રત કરશે. સરકારે દાવો કર્યો કે આ કાયદો ખેડૂતોની મદદ માટે લાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે ખેડૂતોને ઘટતી આવક અને ખેતીના વધતા ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો ૫ડી રહ્યો છે.

પ્રતિબંધિત જંતુનાશકો એસેટામિપ્રિડ અને ફ્લુ૫ાયરાડિફ્યુરોનના ઉ૫યોગને અસ્થાયી મંજૂરી આ૫વી. તેનો ઉ૫યોગ બીટ, સફરજન અને ચેરીની ખેતીમાં કરી શકાશે. આગામી ૧૦ વર્ષમાં ખેડૂતો માટે ૫ાણીના સંગ્રહ ની મંજૂરીની મર્યાદા બમણી કરવી. આ જ જાેગવાઈઓને લઈને ૫ર્યાવરણ વિદો અને સરકારની અંદર ૫ણ વિરોધ વધ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution