સંસદમાં સમીકરણો બદલાશે!    : બળવાખોર ૨૬ સાંસદોને લોકસભા સ્પીકરની મંજૂરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026  |   2871

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના  (UBT)ના ૬ સાંસદોના શિંદે જૂથમાં વિલયને મંજૂરી આપી છે. સાથે જ, TMCથી અલગ થઈને NCPIમાં જાેડાયેલા ૨૦ સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિવસેના (UBTના ૬ સાંસદોના શિવસેના (શિંદે) જૂથમાં વિલયને મંજૂરી આપી દીધી છે. આ સાથે જTMCથી અલગ થઈને NCPIમાં સામેલ થયેલા ૨૦ સાંસદોને પણ લોકસભામાં અલગ બેસવાની માન્યતા મળી ગઈ છે. બીજી તરફ, સંસદના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા અને સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને અન્ય ૧૯ લોકસભા સાંસદોને રવિવારના રોજ યોજાનારી સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની હાર બાદ,TMCના બળવાખોર ૨૦ સાંસદો નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં સામેલ થઈ ગયા છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને આ વિલયને સત્તાવાર માન્યતા આપવાની માંગ કરી હતી.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ તમે અન્ય ૧૯ સાંસદો સાથે NCPIમાં જાેડાયા છો, અને લોકસભા સ્પીકર પાસે અલગ ઓળખ માટે વિનંતી કરી છે, જે હાલ વિચારાધીન છે. 

આગામી ચોમાસુ સત્રમાં ગૃહ સમક્ષ આવનારા મહત્વના મુદ્દાઓ અને કાયદાકીય કામો પર ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભાના રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની બેઠકમાં તમને આમંત્રિત કરતા મને આનંદ થાય છે. સંસદના બંને ગૃહોની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે માટે હું તમારા સહકારની અપેક્ષા રાખું છું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution