લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, નવેમ્બર 2026 |
4257
સુપ્રીમ કોર્ટે નાગરિકોની સક્ષમ વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે કાયદાકીય રક્ષણના દ્રષ્ટિકોણથી અટકાયત અને ધરપકડ વચ્ચેનો તફાવત દર્શાવવાનો પ્રયાસ બંધારણીય રીતે અમાન્ય છે. કોર્ટે ઠેરવ્યું છે કે બંધારણીય રક્ષણના દ્રષ્ટિકોણથી આ બંને પરિસ્થિતિઓ મૂળભૂત રીતે એક જ છે, કારણ કે બંનેમાં વ્યક્તિની સ્વતંત્રતા સીમિત કે પ્રતિબંધિત થાય છે. આથી, આરોપીને ૨૪ કલાકની અંદર ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટેનો ૨૪ કલાકનો સમયગાળો તેની ઔપચારિક ધરપકડ દર્શાવવાના સમયથી નહીં, પરંતુ તેને કસ્ટડી કે અટકાયતમાં લેવાયાની -થમ ક્ષણથી જ શરૂ થઈ જશે.તપાસ એજન્સીઓ અને પોલીસ અગાઉ શંકાસ્પદ કે આરોપી વ્યક્તિને પૂછપરછ કે તપાસના નામે કલાકો કે દિવસો સુધી પોતાની પાસે અટકાયતમાં રાખતી હતી અને ત્યારબાદ કાગળ પર સત્તાવાર રીતે ધરપકડ બતાવીને ૨૪ કલાકના સમયગાળાની ગણતરી કરતી હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રથા પર લાલઆંખ કરતાં સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકાતાં જ ૨૪ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. જાે નિર્ધારિત ૨૪ કલાકમાં આરોપીને કાયદાકીય મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં ન આવે, તો તે અટકાયત બંધારણની જાેગવાઈઓનું સીધું અને ગંભીર ઉલ્લંઘન ગણાશે. પોતાના અન્ય એક અતિ મહત્વપૂર્ણ અવલોકનમાં સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણના અર્થઘટન માટે ખાસ કાયદાઓનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ તેનાથી વિપરીત આવા કાયદાઓનું અર્થઘટન બંધારણીય સિદ્ધાંતોને આધીન રહીને થવું જાેઈએ.