/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ

વલસાડ-

રાજ્યના મોટાભાગમાં શહેરમાં ધોધ ધખતો તાપ ચામડી દઝાડી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને વાતાવાવરણ પલટો જાેવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં ૨ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. રવિવારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

વલસાડ, નવસારી ,અમરેલી, શિનોર, ખાંભા, નાનુડી, ભાવરડી, તાતણીયા સહિત કેટલાક ગ્રામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ તૈયાર કરેલો કેરીના પાક અને ઉનાળુ પાકો અને શાકભાજી સહિત ખેતીના પાકમાં પણ ભારે નુક્શાનીની ભીતિ સર્જાઈ છે.વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રવિવારે સાંજે એપ્રિલ માસની કાળઝાળ ગરમીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેને લઈને કેરી વાડી અને ખેતરમાં તૈયાર કરેલા પાકને ભારે નુક્શાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કમોસમી વરસાદને લઈને ધરમપુર શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાં મોટી રાહત મળી હતી. સમગ્ર વર્તવારણમાં પલટો આવી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

તો આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ યથાવત જાેવા મળ્યો હતો. ખાંભા નાનુડી,ભાવરડી, તાતણીયા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.કમોસમી વરસાદના કારણે ઉનાળુ મગ, તલ, બાજરી, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે અને કોરોના કાળમા ધરતી પુત્રો પર મોટું સંકટ આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે ખેડૂતો પર પડ્યા માથે પાટુ વાગવા જેવી સ્થિતિ સર્જાઈ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution