અમદાવાદ-

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચી રહ્યા છે. આ સજોગોમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ કોઈ રાહત નહી મળે તેવો સંકેત નાણાં વિભાગનો હવાલો ધરાવતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપ્યો છે. નિતીન પટેલે કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલ ઉપર દેશભરમાં સૌથી ઓછો વેટ ગુજરાતમાં લેવાય છે. ગુજરાતની પ્રજા ઉપર કોઈ વધારાનો બોજો પડવા દીધો નથી. ભારતમાં ક્રુડ ઓઈલ મળવાની મર્યાદા છે. મોટાભાગે આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીયસ્તરે બેરલની કિંમત વધતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. ભારત સરકારે એકસાઈઝ ઘટાડી છે. વડાપ્રધાને કહ્યુ છે કે, પરદેશી તેલની આયાત પર નિર્ભર રહેવુ યોગ્ય નથી.