લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
2574
આખરે રાહુલ ગાંધીના ધરણા બાદ દિલ્હી પોલીસ ઝૂકી છે. પેલેટ ગન મામલે FIR નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે છેલ્લા ૪-૫ કલાકથી FIRનોંધવાની માંગ પર અડગ હતા. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની માગ સ્વીકારી લીધી છે. સાહિલ લોબચની રજૂઆતને આધારે પોલીસ અજાણ્યા લોકો સામેFIR નોંધી છે. દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકે આવેલી ડ્ઢઝ્રઁ ઑફિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસ કેટલે પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની વિગતો મેળવવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પેલેટ ગનથી પીડિત સાહિલને પણ પોતાની સાથે લાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. રાહુલ ગાંધી સાથે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ધરણામાં જાેડાયા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ સ્વીકારી છે અને સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારી સાહિલ પર પેલેટ ગનથી હુમલો થયો અને તેની આંખની રોશની જાેખમમાં છે.