ફાતિમા સના શેખના ઘરે લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી, અભિનેત્રીએ માન્યો આભાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ડિસેમ્બર 2020  |   2574

મુંબઇ 

બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.ફાતિમાના મુંબઇ સ્થિત ઘરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે તે ગભરાઈ ગઈ હતી. અને તેણે ફાયર વિભાગને ફોન કરીને આ અંગેની માહિતી આપી હતી. આ સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાતિમા સના શેખે ખુદ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે ફાયર વિભાગનો આભાર પણ માન્યો.

ફાતિમાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ફાયર બ્રિગેડની ગાડીનો ફોટો શેર કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. ફોટો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'મારા મકાનમાં આગ લાગી હતી. ગભરાઈને મેં ફાયર વિભાગને ફોન કર્યો. તેણે થોડી જ વારમાં ઘરે આવીને સ્થિતિ સંભાળી લીધી. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગનો ખૂબ ખૂબ આભાર. 

ફાતિમા સના શેખની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેના ચાહકો આ સમાચાર સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ચાહકો સતત ટિપ્પણી કરી રહ્યા છે, માત્ર તેમનો પ્રતિસાદ જ નહીં પરંતુ ચિંતા પણ વ્યક્ત કરે છે.

ફાતિમા સના શેખ તાજેતરમાં અનુરાગ બાસુની ફિલ્મ લુડોમાં જોવા મળી હતી. આ પછી, તેમની શાનદાર ફિલ્મ સૂરજ પે મંગલ ભારી રિલીઝ થઈ. આ મૂવીમાં તે અભિનેતા મનોજ બાજપેયી અને પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ સાથે જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન તેરે બિન લાદેન ફેમ ડિરેક્ટર અભિષેક શર્માએ કર્યું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution