અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ન્યાયતંત્ર જેવી પવિત્ર સંસ્થાને ડરાવવાનું કવચ ન બની શકે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, નવેમ્બર 2026  |   4059

ન્યાયતંત્રની સ્વતંત્રતા અને તેની ગરિમાને ઠેસ પહોંચાડતા ગંભીર મામલામાં સુપ્રીમ કોર્ટે કડક રૂખ અપનાવતા કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (દ્ભઁઝ્રઝ્ર) ના પ્રમુખ અને તમામ પદાધિકારીઓને ‘શો-કોઝ’ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે, જેમાં પાર્ટીના સત્તાવાર એક્સ (ટ્વિટર) હેન્ડલ પરથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્ય કાંતને નિશાન બનાવીને કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ બદલ કેમ ફોજદારી કે દીવાની અવમાનનાની કાર્યવાહી ન શરૂ કરવી તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલાની સુનાવણી દરમિયાન અત્યંત કડક શબ્દોમાં અવલોકન કર્યું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ કોઈ રાજકીય અનુકૂળતાનો વિષય નથી, અને ભલે ગમે તેવી શક્તિશાળી વ્યક્તિ કે સંસ્થા હોય પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં ન્યાયતંત્ર જેવી સર્વોચ્ચ સંસ્થાને ડરાવવા કે ધમકાવવાના પ્રયાસો ક્યારેય સહન કરી શકાય નહીં.

ઘટનાની પૃષ્ઠભૂમિ અંગે અદાલતમાં રજૂ થયેલી વિગતો મુજબ, ગત ૧૨ ઓક્ટોબરના રોજ કેરળ કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઝ્રત્નૈં સૂર્ય કાંતને સંબોધીને એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં કાયદો અને વ્યવસ્થા અંગેની ટિપ્પણીને ટાંકીને સીધા રાજીનામાની માંગણી કરવામાં આવી હતી અને આ પોસ્ટ વ્યાપક વિવાદમાં સપડાયા બાદ ભારે ટીકાઓ થઈ હતી.

જાેકે વિવાદ વધ્યા બાદ કેરળ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સની જાેસેફ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સંદેશ પક્ષના શીર્ષ નેતૃત્વની જાણકારી કે મંજૂરી વગર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને પક્ષે જવાબદાર વ્યક્તિને ઓળખીને પદ પરથી હટાવવા સાથે ચીફ જસ્ટિસ સમક્ષ બિનશરતી માફી પણ માંગી લીધી હતી, તેમ છતાં કોર્ટે તિરસ્કારની કાર્યવાહીની બાબતને ગંભીરતાથી જાળવી રાખી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution