/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગાંધીનગર: અબજ કયૂ થ્રી ટેક પાર્કનો CM રૂપાણીએ ઇ-શિલાન્યાસ કર્યો

ગાંધીનગર-

ગુજરાતના યુવાઓની રગેરગમાં ઉદ્યોગ સાહસિકતા, સૂઝ અને ધગશ રહેલા છે. તેના સહારે વૈશ્વિક પડકારો ઝિલવાની ક્ષમતા સાથે યુવાશકિત આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા અને નવા ભારતના સંકલ્પો સાકાર કરશે. આ સંદર્ભમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત FDI, પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રમાં દેશનું મોડલ બન્યું છે. હવે આ યુવાશકિતના આધુનિક વિઝન અને નવા કોન્સેપ્ટના પરિણામે ઉદ્યોગ જગતને 360 ડિગ્રી ચેન્જની નવી ઉડાન મળી છે.

ગાંધીનગર મુખ્યમંત્રી રૂપાણીએ 25 લાખ જેટલા ટેલિવિઝનનું ઉત્પાદન કરનારા અબજ કયૂ થ્રી ટેક પાર્કનો ઇ-શિલાન્યાસ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યો હતો. ઉદ્યોગ સાહસિકોની યુવા પેઢી પોતાના આધુનિક અદ્યતન જ્ઞાન-કૌશલ્ય સાથે જુની પેઢીના સહયોગ-માર્ગદર્શનમાં કાર્યરત રહીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી રહી છે, તે માટે આ યુવા સાહસિકોને મુખ્યમંત્રી રૂપાણીએ બિરદાવ્યા હતા. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ સરળતા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં થ્રસ્ટ એરિયાઝને પ્રાધાન્ય આપેલું છે. યુવાશકિતની ઉદ્યોગ સાહસિકતાએ ભારતની ગરીબ, અશિક્ષિત દેશની છાપ વિશ્વમાંથી દૂર કરી છે. ડાલ ડાલ પર સોને કી ચીડીયાની સિદ્ધિ ભારતે ફરી મેળવવાની દિશા પકડી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution