ગૌતમ અદાણી રૂા.૯.૨૩ લાખ કરોડની સંપત્તિ સાથે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2026  |   2574

M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ જાહેર થઈ ગયું છે. જેમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એકવાર દેશના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને ટોચનું સ્થાન હાસિલ કર્યું છે. ૧૩%ના વાર્ષિક વધારા સાથે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૯.૨૩ લાખ કરોડ રૂપિયા(૯૬ અબજ ડૉલર) સુધી પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૦%નો ઘટાડો નોંધાયો છે અને તે ૮.૬૩ લાખ કરોડ રૂપિયા(૯૦ અબજ ડૉલર) થઈ છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં ૫૯,૪૦૦ કરોડ રૂપિયાનો તફાવત છે. ભારતીય અર્થતંત્રની મજબૂતી વચ્ચે દેશમાં ડૉલર આધારિત અબજાેપતિઓની સંખ્યા વધીને રૅકોર્ડ ૩૯૧ના સ્તરે પહોંચી ગઈ છે. હુરુન ઇન્ડિયા રિચની નવી યાદીમાં ઓછામાં ઓછી ૧,૦૦૦ કરોડ રૂપિયાની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા કુલ ૧,૮૧૦ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ ધનિકોની સંયુક્ત સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં ૧૨.૮% વધીને ૧૮૭.૫ લાખ કરોડ રૂપિયા (૧.૯૬ ટ્રિલિયન ડૉલર) થઈ ગઈ છે, જે ભારતના કુલ જીડીપીના લગભગ અડધા ભાગ બરાબર છે. ૧ વર્ષમાં ૨૭ નવા ડૉલર અબજાેપતિ ઉમેરાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution