લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026 |
3168
આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. શક્તિની ઉપાસનાનું આ પર્વ એકમથી નવમ સુધી ઉજવાશે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં ભક્તિમય માહોલ છવાયો છે. રવિવારથી શરૂ થયેલા આ પર્વના પ્રથમ નોરતે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી. માતાજીના દર્શન કરવા ભક્તો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા હતા. મંદિરનો રેલિંગ અને ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો.
અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષથી આખું અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું. માં અંબાની આરાધના કરવા દૂર દૂરથી ભક્તો અંબાજી પહોંચ્યા છે. મા અંબાના ચાચર ચોકમાં આજથી ગરબા મહોત્સવ પણ યોજાશે. અંબાજી ૫૧ શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ઘટ સ્થાપના કરવામાં આવી હતી. નવલા નોરતાના શુભ પ્રારંભ સાથે જ મા અંબાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ધામ પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને કારણે મંદિર પરિસર છલકાઈ ગયું હતું અને સમગ્ર વિસ્તાર ‘જય જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યો હતો.આસો નવરાત્રિના પહેલા દિવસે સવારે શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પૂજા-અર્ચના હાથ ધરાઈ હતી.