ગ્લેન ફિલિપ્સ ભારત સામે એક જ વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, નવેમ્બર 2026  |   2277


ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન ફિલિપ્સે ભારતીય ટીમ સામે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ,વનડે અને ટી ૨૦) માં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પણ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને તેની સિદ્ધિની પ્રશંસા કરી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે તેના સત્તાવાર એકાઉન્ટ પરથી લખ્યું, “એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી. ગ્લેન ફિલિપ્સ ખરેખર એક અદ્ભુત ક્રિકેટર છે.”

તેમણે ક્યારે અને કયા ફોર્મેટમાં સદી ફટકારી? વનડે: ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઇન્દોરમાં રમાયેલી મેચમાં, ફિલિપ્સે ૮૮ બોલમાં ૧૦૬ રનની શાનદાર ઇનિંગ રમી. તેમની ઇનિંગમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થતો હતો. ટી ૨૦: ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ઓકલેન્ડમાં રમાયેલી ચોથી ટી ૨૦ મેચમાં, તેમણે માત્ર ૪૯ બોલમાં ૧૦૭ રન બનાવ્યા. આ ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૧૦ છગ્ગાનો સમાવેશ થતો હતો. ટેસ્ટ: ૨૦ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ, વેલિંગ્ટનમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં, ફિલિપ્સે ૧૯૩ બોલમાં પોતાની સદી પૂરી કરી. તેઓ ૨૧૬ બોલમાં ૧૧૮ રન બનાવીને આઉટ થયા, જેમાં ૧૪ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.રસપ્રદ વાત એ છે કે શેન વોટસન અને શાઈ હોપે ભારત સામે ટેસ્ટ, વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ સદી ફટકારી છે. જાેકે, આ બંને બેટ્સમેનોએ અલગ અલગ કેલેન્ડર વર્ષોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ફિલિપ્સે એક જ વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારીને એક અલગ રેકોર્ડ બનાવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution