લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2026 |
3366
નીટ પેપર લીક મુદ્દા પર રોડથી લઈને સંસદ સુધી રાજનીતિ ગરમાઈ ગઈ છે. જંતર-મંતર પર સીજેપી શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વિદ્યાર્થીઓ જ્યાં ઈચ્છશે સરકાર વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનું સમાધાન થશે. જિતેન્દ્ર સિંહે કહ્યું- સરકાર તરફથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરુ છું. સરકાર તરફથી અમે ચર્ચા માટે તૈયાર છીએ. સરકારના દરવાજા ખુલ્લા છે. અમે વિદ્યાર્થીઓને કહેવા ઈચ્છીએ છીએ કે તમે ગમે ત્યારે ચર્ચા કરવા ઈચ્છો તમારી સુવિધાનુસાર અમે ચર્ચા કરવા તૈયાર છીએ. આંદોલન સિવાય બીજા વિષયને લઈને પણ સરકાર ચર્ચા માટે તૈયાર રહેશે.તેમણે કહ્યું- વિદ્યાર્થીઓ ચર્ચા માટે જેટલો સમય માગશે અમે આપવા માટે તૈયાર છીએ. ચર્ચામાં દેશના સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને તેમની સાથે હું રહીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પીએમ યુવાનોના હિતોને હંમેશા પ્રાધાન્ય આપે છે. સવારે પોતાના સંબોધનમાં પણ પ્રધાનમંત્રીએ આ જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે ર્નિણય લીધો છે કે પેપર લીકના કેસોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી જલદી અને નિર્ણાયક કાર્યવાહી થઈ શકે.
વાત કરવી હોય તો જંતર-મંતર આવો: CJP
દ્ગઈઈ્ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મડાગાંઠ યથાવત છે. એક તરફ સરકાર આ વિવાદનો ઉકેલ લાવવા ચર્ચા માટે અપીલ કરી રહી છે, બીજી તરફ ઝ્રત્નઁએ પોતાની શરતો મૂકીને શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.
CJPનેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કોઈ મીટિંગ નડ્ડાજીના ઘરે નહીં થાય. બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી પડશે. આ વખતે માત્ર ઔપચારિક વાતો કે હવાબાજી નહીં ચાલે. સરકારે ઝ્રત્નઁની માંગણીઓ પર ઠોસ વાતચીત કરવી પડશે.
‘કોંગ્રેસના વિરોધમાં ગંભીરતા નહોતી’ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિના આકરા સવાલ
નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ટીકા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, ૨૧ જુલાઈના આ પ્રદર્શનમાં ગંભીરતાનો અભાવ હતો. કોંગ્રેસના નેતાઓએ પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે જાેડાવાની જરૂર હતી.સોનમ વાંગચુકની લડાઈને આગળ ધપાવી રહેલા આંગ્મોએ જણાવ્યું કે, રાજકારણીઓ હવે વાંગચુક અને તેમની પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. પરંતુ જાગૃત બની ચૂકેલી દેશની જનતાને હવે વધુ મૂર્ખ બનાવી શકાશે નહીં. જે લોકો પ્રામાણિક નથી તેમને દેશનો યુવા વર્ગ બહારનો રસ્તો બતાવી દેશે.આંગ્મોએ સ્પષ્ટ કર્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે ગેર-રાજકીય છે અને તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જાેડાયેલું નથી. તેમના માટે વિપક્ષ કે સરકાર બંનેમાંથી કોઈ ખાસ નથી, પરંતુ દેશની સંસદ જ સૌથી મોટી સંસ્થા છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કંઇ ચલાવી નહીં લેવાય
દેશભરમાં પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને રોજગારીના મુદ્દે રોડથી લઈને સંસદ સુધી સંગ્રામ છેડાઈ ગયો છે. આ તમામ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકમાં સંકળાયેલા દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા અપાવવાનું વચન આપ્યું છે. વિદ્યાર્થી આંદોલનની આગેવાની કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી(અને તેના સંસ્થાપક અભિજિત દીપકેએ આ ર્નિણય બાદ પણ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ દોહરાવી છે.