મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ: ટ્રમ્પે બોમ્બર્સ અને નેવીને એલર્ટ પર મૂક્યા ‘ઑપરેશન બિગ સ્ટ્રાઇક’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2026  |   3465

મધ્ય પૂર્વમાં તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને વિશ્વ એક મોટા યુદ્ધના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સની આર્મી, નેવી અને એરફોર્સે ઈરાન તેમજ તેના સહયોગી હુથી બળવાખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી ઘેરાબંધી શરૂ કરી દીધી છે. પર્સિયન ગલ્ફ અને લાલ સમુદ્રમાં ૨ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, ૧૧ ડિસ્ટ્રોયર અને ૧ મરીન એક્સપિડિશનરી યુનિટ સહિત કુલ ૧૭ ઘાતક યુદ્ધ જહાજાે તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, અમેરિકા અને બ્રિટન સ્થિત એરબેઝ પરથી સુપરસોનિક ક્ષમતા ધરાવતા મ્-૧ લેન્સર બોમ્બર્સ અને એડવાન્સ ફાઈટર સ્ક્વોડ્રનને હાઈ એલર્ટ પર રાખીને સતત બોમ્બમારો કરવાની તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે. આ સમગ્ર જમાવટમાં સૌથી વધુ હલચલ મચાવનારો સંકેત જર્મનીના લેન્ડસ્ટુહલ સ્થિત મુખ્ય યુએસ લશ્કરી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ કોમ્બેટ-ટ્રોમા મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સનું આગમન છે. સામાન્ય રીતે મર્યાદિત કે નિયમિત એરસ્ટ્રાઈક માટે આટલી મોટી સંખ્યામાં આકસ્મિક તબીબી ટુકડીઓ મોકલવામાં આવતી નથી. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઘાયલ સૈનિકોની સારવાર માટેનું આ માળખું સ્પષ્ટ કરે છે કે અમેરિકા માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ જમીની સ્તર પર અથવા લાંબા સમય સુધી ચાલનારા ભીષણ સંઘર્ષની અપેક્ષા રાખી રહ્યું છે. આ ઉપરાંત યુએસ આધારિત ક્ષેત્રોમાંથી સ્પેશિયલ ઓપરેશન ફોર્સને સીધા મધ્ય પૂર્વના ગુપ્ત મિશનો માટે રવાના કરી દેવાયા છે.


જાેર્ડનમાં THAAD  ડિફેન્સ સિસ્ટમ તબાહ, કુવૈતમાં ડ્રૉન એટેક : દાવો

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ  એ મિડલ-ઈસ્ટમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હુમલા કર્યા છે. સેનાએ જાેર્ડન અને કુવૈતમાં યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા છે.IRGC એ દાવો કર્યો કે જાેર્ડનમાં તૈનાત અમેરિકી THAAD  (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકી MQ-9  રીપર ડ્રોનના ઓપરેશન બેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી તાજેતરના અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. આ પહેલાં અમેરિકાએ બુધવારે રાત્રે ઈરાનમાં ઈરાક બોર્ડર પર સ્થિત શલમચેહ બોર્ડર ક્રોસિંગ પર હવાઈ હુમલો કર્યો. ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે આ હુમલામાં બે લોકોનાં મોત થયા છે.


અમેરિકાની સતત ૧૨મી રાત્રે એરસ્ટ્રાઈક

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ જણાવ્યું કે તેની સેનાએ ઈરાન પર સતત ૧૨મી રાત્રે એરસ્ટ્રાઈક કરી. આ હુમલાઓમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ, દરિયાઈ સૈન્ય ક્ષમતાઓ, દરિયાકાંઠાના દેખરેખ કેન્દ્રો અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા છે. ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ અનુસાર, આ મહિને અત્યાર સુધીમાં ઈરાનના ડઝનબંધ સૈન્ય ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ એવો પણ દાવો કર્યો કે તેણે ઈરાન વિરુદ્ધ દરિયાઈ નાકાબંધી લાગુ કરી છે. આ અંતર્ગત ૯ વ્યાવસાયિક જહાજાેનો રસ્તો બદલવામાં આવ્યો અને એક જહાજને ઈરાની બંદરગાહમાં આવવા-જવાથી રોકવામાં આવ્યું હતું.


પશ્ચિમ એશિયા તણાવને કારણે ભારતની ૨૬,૦૦૦ ફ્લાઇટ્સ રદ

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ૨૦ જુલાઈ સુધીમાં ભારતીય એરલાઈન્સને લગભગ ૨૬,૦૦૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી. આ ઉપરાંત, ઘણી ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા અને તેમાં વિલંબ પણ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ સંકટને કારણે એરલાઈન્સને ભારે નુકસાન થઈ રહ્યું છે. જાેકે, તેઓ કામગીરી ચાલુ રાખવા અને નુકસાન ઘટાડવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા અમેરિકા-ઈરાન સંઘર્ષની ઉડ્ડયન ક્ષેત્ર પર ઊંડી અસર પડી છે. પહેલેથી જ ઇંધણના વધતા ભાવ અને પશ્ચિમ એશિયામાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે એરલાઈન્સ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution