શેરબજારમાં નફાની લાલચ અને લગ્નની ડિજિટલ કંકોતરી મોકલી બે યુવકો સાથે ૨.૧૦ લાખની છેતરપિંડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   3960

શહેરના પૂર્વ વિસ્તારમાં સાયબર ઠગોએ બે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી બે નાગરિકો સાથે કુલ રૂ. ૨.૧૦ લાખની ઓનલાઇન છેતરપિંડી આચરી છે. ગોમતીપુરમાં યુવકને ટેલિગ્રામ પર શેરબજારમાં રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે નાણાં પડાવી લેવાયા હતા, જ્યારે બીજા કિસ્સામાં નિકોલના યુવકને વોટ્સએપ પર લગ્નની કંકોત્રીના નામે વાઇરસયુક્ત છઁદ્ભ ફાઇલ મોકલી તેનું આખું ડિવાઇસ હેક કરી બેંક એકાઉન્ટમાંથી બારોબાર લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ બંને મામલે ગોમતીપુર અને ક્રિષ્નનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રના નંબર પરથી આવેલી કંકોતરીની ફાઇલ ખોલતાં જ ખાતામાંથી રૂ. ૧.૫૧ લાખ ગાયબ નિકોલ રોડ પર પાવરહાઉસ સામે શ્રીનાથ પાર્કમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરતા ૪૪ વર્ષીય નિલેષભાઈ બાબુભાઈ ભુવા (પટેલ) ૨ સપ્ટેમ્બરના રોજ તેમના મિત્ર જયસુખભાઈના વોટ્સએપ નંબર પરથી તેમના મોબાઇલમાં એક આમંત્રણ પત્રિકા આવી હતી. જાેકે, તે પીડીએફ કે ઇમેજના બદલે  ફાઇલ હતી, જેની નિલેષભાઈને જાણ ન હોવાથી તેમણે ફાઇલ ખોલી હતી.બીજા દિવસે બપોરે તેમના મોબાઇલમાં બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અચાનક નાણાં ડેબિટ થવાના મેસેજ આવવા લાગ્યા હતા. તેઓ તાત્કાલિક બેંક પહોંચ્યા અને ખાતું ફ્રીઝ કરાવ્યું ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી રૂ. ૪૫ હજાર, રૂ. ૧૬ હજાર, રૂ. ૮૪ હજાર અને રૂ. ૬ હજાર મળીને કુલ રૂ. ૧.૫૧ લાખ ઉપડી ચૂક્યા હતા. બેંક તપાસમાં બહાર આવ્યું હતું કે, મોબાઇલમાં આવેલી એપીકે ફાઇલથી ફોન હેક થઈ ગયો હતો અને તમામ એકાઉન્ટ ક્રિડેન્શિયલ ચોરી થઈ ગયા હતા. આ મામલે ક્રિષ્નનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોમતીપુરની રાજપુર પોસ્ટ ઓફિસ પાસે આવેલી અબુકસાઇની ધાબા ચાલીમાં રહેતા અને પાલડીની ખાનગી પેઢીમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ૨૪ વર્ષીય સાહિલ કમલેશભાઈ રાણાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાહિલના જણાવ્યા મુજબ, ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ તે ટેલિગ્રામ પર એક ગ્રૂપ જાેઈ રહ્યો હતો, જેમાં રોકાણ સામે નફાના સ્ક્રીનશોટ્સ મૂકેલા હતા. આથી તેણે એડમિન ‘જીઘા ભાઈ’નો સંપર્ક કર્યો હતો. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution