ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 249 પોઝીટીવ કેસ, કુલ 2,65,493 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ફેબ્રુઆરી 2021  |   6633

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 249 થી વધુ નોંધાયા છે. જેની સામે 280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુ આંક 4401 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 249 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,65,493 થયો છે. તેની સામે 2,59,384 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,65,493 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 1708 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,65,493 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 1708 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 27 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 1681 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,59,384 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4401 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution