ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, માર્ચ 2021  |   1287

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution