દેશની સુવર્ણયાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ કરવાની છે ઃ મુખ્યમંત્રી
19, જુન 2022

વડોદરા, તા.૧૮

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વે ભારતની આગામી સુવર્ણ યાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ ગતિથી અદા કરવાની છે. વર્તમાન સમયે ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ તે વાતનું મોટું ઉદાહરણ છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદયથી સર્વોદયનું લક્ષ્ય સાધી સૌને વિકાસની મુખ્યધારા સામેલ કરવાનો વડાપ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, વડાપ્રધાને સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ કરીને છેલ્લા આઠ વર્ષથી દેશની જનતાને સુશાસનની અનુભૂતિ કરાવી છે. ગુજરાતને આ લાભ છેલ્લા ૨૦ વર્ષથી મળી રહ્યો છે અને વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે.વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન ‘જે કહેવું તે કરવું’ની કાર્ય-સંસ્કૃતિના પ્રણેતા છે. તેમણે વિકાસના કામો કર્યા ન હોય તેવું એક પણ અઠવાડિયું હોતું નથી, તે વાતનો વધુ એક પુરાવો તેમણે ગુજરાતને રૂા.૨૧,૫૦૦ કરોડથી વધુના વિકાસકામોની ભેટ આવીને આપી છે.ગુજરાતનું ગૌરવ વધારનારા વડાપ્રધાન હવે મા ભારતીનું ગૌરવ વિશ્વસ્તરે વધારી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સરકાર નવા ભારતની શિલ્પકાર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ અભિયાનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જનતાને સમર્પિત થનારા આવાસ, ઊર્જા, પાણી, રોડ-રસ્તા, રેલવે, શહેરી-સુવિધા અને શિક્ષણક્ષેત્રને લગતા વિવિધ વિકાસકામોની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ સાંસદો, ધારાસભ્યો સહિત આગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દેશની સુવર્ણયાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ કરવાની છે ઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વે ભારતની આગામી સુવર્ણ યાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ ગતિથી અદા કરવાની છે. વર્તમાન સમયે ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ તે વાતનું મોટું ઉદાહરણ છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદયથી સર્વોદયનું લક્ષ્ય સાધી સૌને વિકાસની મુખ્યધારા સામેલ કરવાનો વડાપ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, વડાપ્રધાને સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ કરીને છેલ્લા આઠ વર્ષથી દેશની જનતાને સુશાસનની અનુભૂતિ કરાવી છે. ગુજરાતને આ લાભ છેલ્લા ૨૦ વર્ષથી મળી રહ્યો છે અને વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે.વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન ‘જે કહેવું તે કરવું’ની કાર્ય-સંસ્કૃતિના પ્રણેતા છે. તેમણે વિકાસના કામો કર્યા ન હોય તેવું એક પણ અઠવાડિયું હોતું નથી, તે વાતનો વધુ એક પુરાવો તેમણે ગુજરાતને રૂા.૨૧,૫૦૦ કરોડથી વધુના વિકાસકામોની ભેટ આવીને આપી છે.ગુજરાતનું ગૌરવ વધારનારા વડાપ્રધાન હવે મા ભારતીનું ગૌરવ વિશ્વસ્તરે વધારી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સરકાર નવા ભારતની શિલ્પકાર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ અભિયાનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જનતાને સમર્પિત થનારા આવાસ, ઊર્જા, પાણી, રોડ-રસ્તા, રેલવે, શહેરી-સુવિધા અને શિક્ષણક્ષેત્રને લગતા વિવિધ વિકાસકામોની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ સાંસદો, ધારાસભ્યો સહિત આગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution