ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   2178

બુધવારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં અફરાંતફરી બાદ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે ૧૭૪ જેટલા પેસેન્જરના પોતાના જીવના જાેખમે જીવ બચાવી લીધા બાદ વિશ્વના અનેક નેતાઓએ ગુજરાતી પાયલોટ ઉપર અભિનંદનની વર્ષા કરી છે. વિશ્વમાં ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવા આ પાયલોટનું નામ છે સ્મિત ઉપેન્દ્રભાઈ મચ્છર (બ્રહ્મ ક્ષત્રિય)મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના છે અને વર્ષોથી તેઓ મુંબઈ સ્થાયી થયેલા છે. સ્મિતના દાદા જેન્તીભાઈ મચ્છર વર્ષો પહેલા વઢવાણથી મુંબઈ સ્થાયી થયા હતા. પિતા ઉપેન્દ્રભાઈ મચ્છરનો જન્મ પણ મુંબઈ થયો હતો અને ત્યાં ટેક્સટાઇલ મિલ ચાલુ કરી હતી. ઉપેન્દ્રભાઈ પરિવારમાં બે ભાઈઓ છે ઉપેન્દ્રભાઈ અને તેમના ભાઈ કિશોરભાઈ મુંબઈમાં ટેક્સટાઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. કિશોરભાઈનો પુત્ર ભાવિક પણ પાયલોટ છે. આ ઘટનાની જાણ થતાં ઉપેન્દ્રભાઈ, પત્ની અને સ્મિતનો દાદાનો દીકરો ભાઈ ભાવિક જે પણ પાયલોટ છે, તે ઇઝરાયેલ પહોંચી ગયા છે. જસદણમાં સ્મિતના કાકા અને ઓસમ કેટરર્સ નામે જસદણમાં સારી નામના ધરાવતા નરેશભાઈ ઇશ્વરભાઇ મચ્છરનો સ્મિત કૌટુંબિક ભત્રીજાે થાય છે. તેમના જણાવ્યા મુજબ સ્મિતને બીજા પાયલોટ દ્વારા છરી મારવામાં આવી છે, પરંતુ તેમની તબિયત એકદમ સ્વચ્છ છે.

ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરની તબિયત હાલ સ્થિર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ હ્લઢ૧૦૭૩માં કોકપિટની અંદર થયેલા હિંસક હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છરની તબૂકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની હાલત સ્થિર છે અને દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે. સાઉદી અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં ૧૭૪ લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના કોપાયલટ વચ્ચે કોકપિટમાં વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર કોપાયલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

આ દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. કોકપિટમાંથી આવતી બૂમાબૂમ અને સ્થિતિને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટ તરફ પહોંચ્યા. ગંભીર ઈજા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજાે ખોલી દીધો. આથી મુસાફરો અને ક્રૂને અંદર પ્રવેશવાની તક મળી અને હુમલાખોર કોપાયલટને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. ત્યાર બાદ વિમાનમાં મુસાફર તરીકે સવાર બે ઑફ-ડ્યુટી પાયલટોએ નિયંત્રણ સંભાળ્યું. ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર અન્ય મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજાે ખોલવાથી મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે જે પગલું લીધું તેને બંને દેશોના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે.

કૅપ્ટન સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં કામ કરી ચૂક્યા છે. તેઓ લગભગ ૧૧ વર્ષ સુધી સ્પાઇસજેટ સાથે જાેડાયેલા રહ્યા હતા અને ૨૦૨૨માં ફ્લાયદુબઈમાં જાેડાયા હતા. તેઓ બોઇંગ ૭૩૭ વિમાન ઉડાવે છે અને તેમની પાસે પાયલટ તરીકેનો ખૂબ જ બહોળો અનુભવ છે. અગાઉ તેઓ અન્ય પાયલટોને તાલીમ અને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. હાલમાં સ્મિત મચ્છર તબૂકની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય દૂતાવાસે તેમની તબિયત પર નજર રાખવાની સાથે તેમના પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ફ્લાઇટમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution