ખૂબ જ જલદી કપિલના શોમાં આવી રહ્યો છે ગુજ્જુ એક્ટર પ્રતિક ગાંધી
03, નવેમ્બર 2020 396   |  

અમદાવાદઃ 

 કોરોના મહામારી વચ્ચે વેપાર ધંધાની સાથે શેરમાર્કેટમાં પણ ઉથલ પુથલ જોવા મળી રહી છે. તેવી સ્થિતિમાં શેર માર્કેટ કિંગ હર્ષદ મહેતાના જીવન પર આધારિત વેબ સીરીઝ 'સ્કેમ 1992' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સીરીઝમાં હર્ષદ મહેતાનો લીડ રોલ ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીએ કર્યો છે. સીરીઝ રીલીઝ થયા બાદ સૌકોઈ તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ત્યારે હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ટીવી પરના લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં ગુજ્જુ એક્ટર પ્રતિક ગાંધી તેની ટીમ સાથે જોવા મળશે.

આ વાતની પુષ્ટિ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ કપિલ શર્માએ કરી છે કે પ્રતિક ગાંધી તેમના શો પર આવી રહ્યો છે. ટ્વીટર યુઝર વિપુલ દ્વિવેદી દ્વારા કપિલ શર્માને ટેગ કરીને પુછ્યું હતું કે 'કપિલ સર, પ્રતિક ગાંધીને તમારા શો પર ઈન્વાટ કરો?' આ ટ્વીટના જવાબમાં કપિલ શર્માએ કહ્યું કે 'તે આવી રહ્યો છે.' જોકે આ શો ક્યારે આવશે તેનું શૂટિંગ થઈ ગયું છે કે બાકી છે તે અંગે કોઈ વધુ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી આ સીરિઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બુક 'ધ સ્કેમ: હૂ વોન,હૂ લોસ્ટ, હૂ ગોટ અવે'નું અડેપ્ટેશન છે. સુચેતા દલાલે વર્ષ 1992માં આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો છે. આ સાથે સીરીઝમાં રજત કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી, સતીશ કૌશિક જેવા સિનિયર એક્ટર્સે પણ કામ કર્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution