લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
2277
દિલ્હી-NCRમાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે ૐ૧દ્ગ૧(સ્વાઇન ફ્લૂ) અને શ્વાસ સંબંધિત અન્ય ઈન્ફેક્શનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં H1N1ના ૧૭૭૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા ૨૨૯ કેસોની સરખામણીએ આશરે ૮ ગણા વધુ છે. ચોમાસાની સીઝનમાં શ્વાસ સંબંધિત વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હીની એક સરકારી હૉસ્પિટલના વડા અને અન્ય ઘણા ડૉક્ટરો પણ H1N1 વાઇરસથી સંક્રમિત થયા છે. હૉસ્પિટલોમાં આવતા કેટલાક દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું લેવલ ઘટવાની ગંભીર સમસ્યાઓ જાેવા મળી રહી છે. જેના કારણે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અંગે ચિંતા ઊભી થઈ છે. જાેકે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હી આરોગ્ય વિભાગે MCD અને હૉસ્પિટલોના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં સર્વેલન્સ વધારવા અને જરૂરી આરોગ્ય પ્રોટોકોલ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.