ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી પાણીમાં PFAS નામના જાેખમી કેમિકલ્સ મળ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, નવેમ્બર 2026  |   3366

વૈજ્ઞાનિક અભ્યાસોમાં ગુજરાત સહિત ચાર રાજ્યોના પાણીના નમૂનાઓમાં PFAS નામનાં જાેખમી રસાયણોની હાજરી નોંધાઈ છે. આ રસાયણોને ‘ફોરએવર કેમિકલ્સ‘ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ અને પાણીમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતાં નથી. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ સ્વત: સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકાર સહિત પાંચ સંસ્થાઓ પાસેથી જવાબ માગ્યો છે.આ સમગ્ર મામલોPFAS (Per- and Polyfluoroalkyl Substances) નામના રસાયણો સાથે જાેડાયેલો છે. ઔદ્યોગિક ઉત્પાદનો, કાપડ પરનાં વિશેષ કોટિંગ્સ સહિત વિવિધ વસ્તુઓના ઉત્પાદનમાં આ રસાયણોનો ઉપયોગ થાય છે. આ રસાયણોની સૌથી મોટી સમસ્યા એ છે કે તે કુદરતી રીતે સરળતાથી નાશ પામતાં નથી. પાણી અને જમીનમાં પ્રવેશ્યા બાદ લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય જળશુદ્ધિકરણ પ્રક્રિયાઓ દ્વારા પણ તેમને સંપૂર્ણપણે દૂર કરવા મુશ્કેલ બની શકે છે. જેથી તેમને ‘ફોરએવર કેમિકલ્સ‘ નામ આપવામાં આવ્યું છે.NGTસમક્ષ રજૂ કરાયેલા વૈજ્ઞાનિક અભ્યાસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના વિવિધ જળસ્ત્રોતોમાં PFASના અવશેષો મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution