મેં સોનું ઓછું ખરીદવા કહ્યું હતું લોકોના પૈસા બચી ગયા : પીએમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, નવેમ્બર 2026  |   2772

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનૌમાં ચાલી રહેલા ૫મા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. અહીં તંજ કસતા વડાપ્રધાન બોલ્યાં હતા કે, મેં સોનું ઓછું ખરીદવા કહ્યું હતું, લોકોના પૈસા બચી ગયા! પીએમએ અહીં દેશભરમાંથી આવેલા નેશનલ ટોપર્સનું સન્માન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે કહ્યું, આઇઆઇટીમાં શીખેલું તમારું કૌશલ્ય આજે ભારતની ઊર્જા છે, તમે જ વિકસિત ભારત બનાવશો. આ વાત સારી રીતે સમજી લો, જેના પાસે કૌશલ્ય છે તેની પાસેથી રોજગાર કોઈ છીનવી શકતું નથી. નરેન્દ્ર મોદીએ શનિવારે આઇઆઇટી ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

૨૩ મિનિટના ભાષણમાં તેમણે ઇનોવેશન, ડેવલપમેન્ટ અને આઇઆઇટી ખડગપુર વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું, જ્યારે મેં સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી ત્યારે સવાલો ઉઠ્યા કે તેની શું જરૂર છે, આ દેશ પણ બનાવી રહ્યો છે અને પેલો દેશ પણ બનાવી રહ્યો છે. આપણે બનાવીને શું મેળવી લઈશું. ભારતમાં ૫૦ વર્ષ પહેલાં એક કંપની સેમિકન્ડક્ટર બનાવવા આવી હતી, પરંતુ તેને લાલ ઝંડો બતાવીને રોકી દેવામાં આવી. જ્યારે હું આવ્યો ત્યારે અધિકારીઓ સાથે ખુદ બેસીને ફાઇલો તૈયાર કરાવી. આજે ભારતમાં ચાર વર્ષમાં અનેક સેમિકન્ડક્ટર સુવિધાઓ શરૂ થઈ છે. 

મોદીએ કહ્યું કે ડૉક્ટર ગમે તેટલો મોટો કેમ ન હોય, તમારા વિના એક પણ દર્દી સાજાે થઈ શકતો નથી. આ શક્તિ તમારી પાસે છે, હું તમને તેનો અહેસાસ કરાવવા નીકળ્યો છું. સન્માન કરવા નીકળ્યો છું. તેની પૂજા કરવા નીકળ્યો છું, કારણ કે હું જાણું છું કે આઈઆઈટી આવનારા ભવિષ્યની ગૌરવગાથા લખવાનું છે. મારો પ્રયાસ છે કે આઈટીઆઈનો અભ્યાસક્રમ પણ બદલાય, ટ્રેનર પણ બદલાય, મશીનો બદલાય, ટ્રેનરો પણ નવી ટેક્નોલોજી શીખે. તેનો ઘણો મોટો લાભ તમને થવાનો છે. કુશળ કામદારો માટે રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution