/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ચલાલી ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિત ચીજ વસ્તુઓ ખાક

શહેરા શહેરાના ચલાલી ગામના ટાડી ફળિયાના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી ગઈ હતી.આગ લાગેલ સ્થળની તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા સહિત ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. શહેરા તાલુકા ના ચલાલી ગામના ટાડી ફળિયા મા રહેતા નર્મદાબેન બારીયાના ઘર મા અચાનક આગ લાગી હતી આગ લાગતા ધુમાડા નાં ગોટેગોટા આકાશ માં જાેવા મળ્યા હતા.અહી આગ લાગવાની ઘટનાને લઈને આજુબાજુ માં રહેતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડ ને જાણ કરવાની સાથે સ્થાનિક લોકો દ્વારા પાણી નો મારો શરૂ કરી દીધો હતો આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેવા માં ફાયર બ્રિગેડ આવી જઇને પાણી નો મારો શરૂ કરતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી આગ ની ઘટના મા બે બકરા, એક વાછરડી સહિત ઘર વખરી બળીને ખાખ થઈ જતા ઘર માલીક ચિંતિત થવા સાથે આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. આ બનેલા બનાવને લઈને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, હાજાભાઈ ચારણ તેમજ ગામના અગ્રણી રમણભાઈ , તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારીયા તેમજ ભાજપ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ સહિતનાઓ અહીં પહોંચી જઈને પરિસ્થિતિ વાકેફ થઈને નર્મદાબેન બારીયા ને બનતી મદદ કરવા સાથે થોડા ઘણા રૂપિયા પણઆપ્યા હતા.

ઘર માલિક નર્મદાબેન વિધવા હોવાથી વધતી જતી મોંઘવારી વચ્ચે પોતાનું ઘરનું ગુજરાત ચલાવું મુશ્કેલ રૂપ બની રહ્યું હતું ત્યારે આ આગ ની ઘટનામાં ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુ બળી જતા નર્મદાબેન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નર્મદાબેન ને મળવાપાત્ર સહાય વહેલી તકે મળે એવા પ્રયત્નો સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવે તો વિધવા નર્મદાબેન બારીયા પોતાના ઘરની મરામત કરાવી શકે તો નવાઈ નહી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution