દસ જ મિનિટમાં ૧,૬૪૩ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા તણખલાની જેમ વહી ગઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026  |   3267

નેપાળના નુવાકોટમાં ત્રશુલી નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિદુરમાં ત્રિભુવન ત્રિશુલી માધ્યમિક શાળામાં ગભરાટ ફેલાયો હતો. તે સમયે શાળામાં ૧,૬૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. સવારે ૯:૧૫ વાગ્યે પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી અને માત્ર ૧૦ મિનિટ પછી, સવારે ૯:૨૫ વાગ્યે, નદીનો જાેરદાર પ્રવાહ અને મોટા મોજા આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આચાર્યએ જણાવ્યું હતું કે બુધવારે સવારે શાળામાં વર્ગો સામાન્ય રીતે ચાલી રહ્યા હતા. અચાનક, સવારે ૯:૧૫ વાગ્યે, ત્રિશુલી નદીમાં જાેરદાર પૂરની જાણ થઈ. શાળા પ્રશાસને તાત્કાલિક વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવા કહ્યું. લગભગ ૧૦ મિનિટ પછી, સવારે ૯:૨૫ વાગ્યે, નદીના પાણીમાં ઉછાળો આવ્યો અને એક મોટી લહેર શાળાની આસપાસના વિસ્તારમાં પહોંચી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution