/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કયા દેવી દેવતાની મૂર્તિની સ્થાપના કઈ દિશામાં કરવાથી યોગ્ય ફળ આપે છે ?

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના ઈષ્ટદેવની સ્થાપના કરે છે. તેની પૂજા અર્ચના કરે છે. પરંતુ આવો આજે અમે આપને જણાવીએ કે કયા દેવની મૂર્તિ કઈ દિશામાં સ્થાપિત કરવાથી શુભ ફળ આપે છે. ગણેશજીની સ્થાપના પૂજાસ્થાનમાં દક્ષિણ દિશામાં કરવી જોઈએ. જેથી તેમની દૃષ્ટિ ઉત્તર દિશા તરફની રહે. ઉત્તરમાં હિમાલય પર્વત છે અને તેના પર ગણેશજીમાં માતા-પિતા અર્થાત શંકર-પાર્વતીજીનો નિવાસ છે. ગણેશજીને પોતાનાં માતા-પિતા તરફ જોવાનું સારું લાગે છે માટે જ ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ. ગણેશજી મંગળના પ્રતીક છે અને પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. આમ મંગળ અને શનિ એક સાથે આવે જેથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ વધી જાય છે.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય, સૂર્ય અને ઈંદ્ર વગેરેને ઘરના પૂજાસ્થાનમાં એવી રીતે સ્થાપિત કરવા જોઈએ કે જેથી તેમની પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વમાં, પશ્ચિમ દિશા તરફનું હોય અર્થાત્ આ સઘળા દેવી-દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશાવાળી દિવાલ પર ક્યારેય લગાવવી જોઈએ નહિ. આમ કરવાથી તે દક્ષિણામુખી થઈ જાય છે. વળી ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ હોય છે પરિણામે આ બંનેનું એક જ દિશામાં આવવું કે રહેવું એ યોગ્ય ગણાતું નથી, કારણ કે લક્ષ્મીજી ઉત્તર-પૂર્વમાં રહે છે. સરસ્વતી માતા પશ્ચિમ દિશામાં વાસ કરે છે એટલે પશ્ચિમ દિશામાં બેસીને સરસ્વતીજીની પૂજા કરવી અને ઉત્તર-પૂર્વમાં બેસીને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ. જો પૂજા ઘરમાં મૂર્તિઓ દ્વારની બરાબર સામે હોય તો દ્વાર પર પડદો રાખવો જરૂરી છે. 

પૂજા કક્ષનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું તથા બહાર નીકળવાનું ઉત્તર દિશા તરફનું હોવું જોઈએ. એનાથી ઘરમાં નિવાસ કરનાર લોકોનાં નામ અને વંશમાં વૃદ્ધિ થાય છે તથા એક વિશિષ્ટ વ્યક્તિના રૂપમાં તેમની ઓળખ બને છે. જો પૂજા કક્ષનું દ્વાર ઉત્તર-પૂર્વ દિશામાં હોય તથા આવવા જવાનું ઉત્તર-પૂર્વ દિશામાં જ હોય તો સૂર્યનાં કિરણો અને ચુંબકીય પ્રભાવથી ધન-સંપત્તિની સાથોસાથ વિવિધ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, કેમ કે કેટલાંક દેવી-દેવતા ઈન્દ્રનાં માર્ગે પહેલેથી જ પૂજન કક્ષ અથવા મંદિરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે તથા કેટલાંક દેવી-દેવતા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વના માર્ગે પૂજન કક્ષમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે. વરુણ અને વાયુ દેવતા હંમેશાં પશ્ચિમ-ઉત્તરના માર્ગે જ પ્રવેશ કરે છે માટે આ સ્થાનોથી પણ પ્રવેશ દ્વાર રાખવું શુભફળદાયી છે. દક્ષિણ-પૂર્વના માર્ગે યજ્ઞાના દેવતા અગ્નિદેવ પ્રવેશ કરે છે. તેથી આ ખૂણાનું દ્વાર પણ સારું મનાય છે. આ સઘળા સિદ્ધાંતોને અપનાવવાથી પૂજન કક્ષની ગરિમા વધે છે તથા અહિંયા દેવી-દેવતા શુભ ફળ આપીને માનસિક અને આધ્યત્મિક સુખ-સમૃદ્ધિ આપે છે. ઘરમાં વિષ્ણુ, લક્ષ્મી, સીતા-રામ, રાધા-કૃષ્ણ અને બાલાજી જેવા સાત્વિક અને શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે. પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં.  પૂજાસ્થાનમાં કોઈ કારણસર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ સહેજ પણ ખંડિત થઈ જાય તો તે પૂજનને યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ મૂર્તિને વિધિવિધાન સહિત પવિત્ર જળમાં પ્રવાહિત કરવું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution