/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એવિએશન સિકયુરિટી ફીમાં વધારો, 1 સપ્ટેમ્બરથી રૂ.160 ચૂકવવા પડશે

દિલ્હી-

કેન્દ્ર સરકારે ૧ સપ્ટેમ્બરથી મુસાફરોએ એરપોર્ટ પર ભરવાની થતી એવિએશન સિકયુરિટી ફી ૧૫૦થી વધારીને ૧૬૦ રૂપિયા કરી દીધી છે. એરપોર્ટ પર સુરક્ષાના વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે ફીમાં વધારો કરવો જરૂરી છે તેમ જણાવવામાં આવ્યું હતું.

એવિએશન રૂલ ૧૯૩૭ના નિયમ ૮૮ એ હેઠળ આપવામાં આવેલી સત્તાના રૂએ કેન્દ્ર સરકારે ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી હવાઈ ટિકિટ પર સુધારેલા દર લાગુ કરવા માટેની મંજૂરી આપી છે. આ આદેશ ૧૩ ઓગષ્ટના રોજ બહાર પાડવામાં આવેલ હતો. આ અગાઉ છેલ્લે ૨૦૧૯માં એવિએશન સિક્્યુરિટી ફીમાં વધારો કરાયો હતો. તે સમયે ફી રૂ.૧૨૦થી વધારીને રૂ.૧૫૦ કરવામાં આવી હતી.

આ મુદ્દે એરપોર્ટ ઓપરેટરોએ જણાવ્યું હતું કે ઘણાં વર્ષો અગાઉ નક્કી કરેલા રૂ ૧૩૦ સુરક્ષા માટે ઝ્રૈંજીહ્લ તૈનાતીનો ખર્ચ પૂરો કરવા માટે અપૂરતા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય પાસેથી ૪.૮૫ ડોલર જેટલી ફી લેવાતી હશે તે હવે ૫.૨૦ ડોલર લેવાશે. આ લેવીનો ઉપયોગ એરપોર્ટ પર ગોઠવાયેલી સુરક્ષાના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે અને તે ટિકિટના ભાવમાં સમાવિષ્ટ એરલાઇન્સ દ્વારા એકત્રિત કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution