ભારતે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2026  |   10395


ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી. ઓકલેન્ડમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૫ વિકેટથી હરાવ્યું. વરસાદથી પ્રભાવિત આ મેચમાં, પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમ ૧૮૫ રનમાં આઉટ થઈ ગઈ. ભારતે શાનદાર બેટિંગ કરી અને ૧૨ ઓવરમાં ૧ વિકેટે ૬૪ રન બનાવ્યા, પરંતુ વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો, ત્યારબાદ, ભારતને ડ્ઢન્જી પદ્ધતિ હેઠળ ૩૨ ઓવરમાં ૧૪૩ રનનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો. વિરાટની શાનદાર અડધી સદીથી ટીમે આ લક્ષ્યાંક માત્ર ૨૨.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. કોહલીના ૫૧ બોલમાં ૭૪ રન ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ જીત સાથે, ભારતે પાંચ મેચની વનડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો. ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લેનાર ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી.ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો ૨૨ રનમાં લાગ્યો અને અડધી ટીમ માત્ર ૯૭ રનમાં જ ગુમાવી દીધી. કિવી બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા નહીં.આખી ટીમ માત્ર ૪૦.૨ ઓવરમાં ૧૮૫ રનમાં આઉટ થઈ ગઈ.ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા, જ્યારે ગ્લેન ફિલિપ્સે ૩૦ અને ડેરિલ મિશેલ ૨૮ રન બનાવ્યા. બ્લેર ટિકનરે અંતિમ ઓવરમાં ૩૪ રન ઉમેર્યા. અન્ય છ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો, તેણે ૧૦ ઓવરમાં ૭૦ રન આપીને ૪ વિકેટ લીધી. ગુર્નુર બ્રારે ૯.૨ ઓવરમાં ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી, જ્યારે અંશુલ કંબોજે ૧૦ ઓવરમાં માત્ર ૨૨ રન આપીને ૨ વિકેટ લીધી. ૧૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત પણ નબળી રહી હતી, રોહિત શર્મા ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ અને ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા શુભમન ગિલે બાજી સંભાળી હતી. વરસાદ શરૂ થયો અને રમત બંધ થઈ ગઈ જ્યારે ભારતે ૧૨ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૬૪ રન બનાવ્યા હતા. ભારતને ૩૨ ઓવરમાં ૧૪૩ રનનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો. રમત ફરી શરૂ થતાં, કોહલીએ પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ૫૧ બોલમાં ૭૪ રનની ઇનિંગ રમી. કોહલીએ પોતાની ઇનિંગમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. કેપ્ટન ગિલે ૩૭ રન બનાવ્યા. બંનેએ મળીને બીજી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી, કોહલી અને ગિલ આઉટ થયા પછી, ઐયરે ૧૫ રન ઉમેર્યા અને નમન ધીરે એક ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો. ભારતીય ટીમે ૨૨.૪ ઓવરમાં ૫ વિકેટે ૧૪૩ રન બનાવીને મેચ જીતી લીધી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution